Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રસોઇ માટે પિતાએ ઠપકો આપતા ધારીની યુવતિએ ફાંસો ખાઇ લીધો

 

અમરેલી તા.ર૭ : ધારી પ્રેમપરામાં રહેતી શ્રૃતીબેન બટુકભાઇ બજાણીયા ઉ.વ.૧૮ના પિતા બપોરે જમવા માટે આવેલ અને રસોઇ તૈયાર ન હોય જેથી જમ્યા વગર ખીજાઇ કામે જતા રહેલ. જેથી પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજયાનું પિતા બટુકભાઇ બજાણીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

વડિયાના યુવાન ગુમ

વડિયાના બાંભણીયા ગામે રહેતા પરેશ મેરામભાઇ ચાવડા ઉ.વ.રર સવારે ગળામાં દુખે છે. જેથી દવાખાને જવાનું જણાવી બાઇક લઇ તા.ર૩-૭ના ગુમ થયાનું પિતા મેરામભાઇ ચાવડાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સર્પદંશથી મોત

સાવરકુંડલા તાલુકાના ગાધડકા સીમમાં ભાગવુ વાવવા રાખેલ જયાં ખેતી કામ કરતા હતા. ત્યારે સવજીભાઇ વાલજીભાઇ રાદડીયા ઉ.વ.૬૦ હાથે સર્પે દંશ મારતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન મોત નીપજયાનું અનિલભાઇ રાદડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલીમાં આપઘાત

અમરેલીમાં રહેતા સીરાજભાઇ રજબઅલી ઉ.વ.૬૭ કોઇ અગમ્ય કારણોસર પોતપોતાની મેળે ઘર હુકમાં ચુદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજયાનું મૃતકના સાળા અજીતભાઇ ભીમાણીએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મારી નાખવાની ધમકી

અમુલી ગામે રહેતા ધીરૂભાઇ ટપુભાઇ ગીયડ ઉ.વ.૪પના ઘર પાસે રમેશ માધાભાઇ સોંદરવા બાઇક પર નશો કરેલી હાલતમાં આવીને જણાવેલ કે બાબરીયા ધારમાં રૂપિયા બાકી છે તે મને આપે જેથી તે કહેલ કે તારા રૂપિયા બાકી નથી જેથી ગાળો બોલી પાઇપ વડે મારવા દોડી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇશારા કરી છેડતી કરી

જાફરાબાદમાં લગ્ન પ્રસંગે પરિવારના મહિલાઓ રાસ રમતા હોય, ત્યારે કલ્પેશ શાંતીભાઇ સોલંકી બહેન દિકરીઓનું શુટીંગ ઉતારતો હતો અને જયેશભાઇ યશવંતભાઇ સોલંકીની કાકાની દિકરીને ઇશારા કરી છેડતી કરતા ઠપકો આપતા કલ્પેશ, તેના પિતા શાંતીભાઇ અને ક્રિષ્ના બારૈયા ઉર્ફે ગાઠીયાવાળાએ ઢીકા પાટુનો માર મારી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:58 pm IST)