Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમરેલી જીલ્લામાં વરસાદના કારણે મુરજાતી મોલાતને જીવનદાન

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૭ :.. શહેર અને જિલ્લામાં લાંબા મેઘ વિરામ બાદ વાતાવરણમાં પલટો આવતા હળવા ભારે ઝાપટાથી ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી ગયો હતો. સારા વરસાદને કારણે મુરજાતી મોલાતને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. લાઠીના અકાળામાં ધીમી ધારે હળવો વરસાદ પડતા ખેતીપાકને ફાયદોો થશે. કુંકાવાવ વડીયાના અનીડામાં ગઇકાલે દોઢ ઇંચ અને આજે બીજા દિવસે વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડતા મોલાતને જીવતદાન મળ્યું હતું. બાબરામાં બે દિવસથી ધીમી ધારે ગ્રામ્ય વિસ્તારો સહિત એક ઇંચ જેવો વરસાદ પડયાનું જણાવાયું છે. ચલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ પડયાનું જણાવેલ. અમરેલી તાલુકાના મેડી, સરંભડા, તરવડા જેવા ગ્રામીણ વિસ્તારોમાં તેમજ ફતેપુર, વિઠલપુર, ચાપાથળ, તરકતળાવ, નાના મોટા ગોખરવાડા, લાપાણળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે અડધાથી એક ઇંચ જેવો વરસાદ પડયો હતો. દામનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ, ધારી પંથકના દલખાણીયા અને ગીર પંથકના કોટડા, પાણીયા, મીઠાપુર, આંબાગાળા, કાંગસા, સુખપુર, સમુહખેતી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી પોણો ઇંચ જેવો વરસાદ, અમરેલી નજીકના ચિતલ, મોણપુર, ભીલા, ભીલડી, ખીજડીયા, શેડભાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી ત્રણ ઇંચ જેવો વરસાદ, રાજૂલા તાલુકાના માંડણ, ડુંગર, ડોળીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે એક થી બે ઇંચ જેવો વરસાદ, સાવરકુંડલા શહેરમાં દિવસ દરમિયાન હળવા ભારે વરસાદના ઝાપટાઓ, લીલીયા તાલુકાના હાથીગઢ અને આસપાસના ગામોમાં દિવસ દરમિયાન ધીમી ધારે એક ઇંચ જેવો વરસાદ પડતા ખેતી પાક ઉપર કાચુ સોનું વરસ્યાનું મોટા આંકડીયા, માલવણ, કોલડા, પીપળલગ, લુણીધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડી જતા ખેતીપાકને ફાયદો થશે, અમરેલી શહેરમાં સવારથી બપોર સુધીમાં ધીમી ધારે સવા ઇંચ જેવો વરસાદ પડી જતા માર્ગો ઉપર પાણી વહેતા થયા હતાં અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના હળવા ભારે ઝાપટાઓ, કુંકાવાવ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે એક ઇંચ જેવો વરસાદ, ધારી તાલુકાના ડાભાળી, જીરા, માધુપુર, વિરપુર, ઇંગોરાળા, સરસીયા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ, દરિયાકાંઠાના જાફરાબાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે એકથી દોઢ ઇંચ વરસાદ, વડીયામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો અને ધીમી ધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે ખેડૂતોની અપેક્ષા જેટલો વરસાદ પડયો ન હોવાથી પાકને સામાન્ય ટેકારૂપી વરસાદ નોંધાયો છે. હજુ પણ ખેડૂતોના પાકને સારા વરસાદની જરૂરીયાત છે. અને વરસાદી માહોલ બંધાતા સારા વરસાદની ખેડૂતોને આશા બંધાઇ છે. બગસરામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ધીમી ધારે સવા ઇંચ જેવો વરસાદ પડતા મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું. ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને સમયસર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખાંભાના રાયડી ડેમ ડેમેજ હોવાથી ખાલી કરવાનો થતા તેના દરવાજા ખુલ્લા રાખવામાં આવેલ છે. જયારે સુરજવડીમાં હાલનું લેવલ પ૦,૩૦ર એમસીએફ પાણીની ઉંડભાઇ ૧૦.૬૭, જથ્થો ૬.૩૭૧ર એક દરવાજો ૦.૦૧રપ મીટર ખુલ્લો ઓવર ફલોમાં પસાર થતુ પાણી ર૧ કયુસેક જયારે ધાતરવાડી-ર, માં હાલનું લેવલ ૩૪.૧૦ પાણીની ઉંડભાઇ-ર.રપ જળાશયમાં પાણીનો જથ્થો ૮.૯પ જીવન જથ્થો ૬.ર૦ એક દરવાજો ૦.૦૧રપ મીટર ખુલ્લો ઓવરફલો ૪૭ કયુસેક નોંધાયો છે.

(12:59 pm IST)