Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પોતાની કાર્યશૈલીના કારણે લોકો વચ્ચે ભારે લોક ચાહના ધરાવતા કચ્છના લખપતના તાલુકા વિકાસ અધિકારી મયુર ભાલોડીયાનું હૃદયરોગના હુમલામાં અવસાન

૩૧ વર્ષની નાની વયમાં હાર્ટ એટેકથી નિધન થતા પરિવારમાં ગમગીની

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : પોતાની કાર્ય શૈલીના કારણે લોકો વચ્ચે ભારે લોક ચાહના ધરાવતા કચ્છના લખપતના તાલુકા વિકાસ અધિકારી મયુર ભાલોડીયાનુંં હૃદયરોગના હુમલામાં અવસાન થતા ધેરો શોક છવાઈ ગયો છે.

લખપતના તાલુકા વિકાસ અધિકારી મયુર ભાલોડીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા  હૃદયરોગના કારણે આજે અવસાન થયું છે.

પોતાની કાર્ય શૈલીના કારણે લોકો વચ્ચે ભારે લોક ચાહના ધરાવતા હતા.નાની ઉંમરે ઉચ્ચ અધિકારીનું અવસાન થતાં કચ્છ ના કર્મચારી વર્ગમાં શોકની લાગણી ફેલાઈ છે.

૩૧ વર્ષની નાની વયમાં તેમનું હાર્ટ એટેકના હુમલાથી નિધન થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સાલસ-સરળ સ્વભાવના ભાલોડિયા અગાઉ જુનાગઢ ખાતે પીએસઆઈના પદે હતા. ત્યારબાદ તેવો નખત્રાણા તા.વિ.અ. અને હવે લખપત તા.વિ.અ. પદે ફરજ બજાવતા હતા. તેમના નિધનથી કર્મચારીગણમાં શોકની લાગણી છવાઈ છે.

ટીડીઓ મયુર ભાલોડિયાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ અધિકારીઓને થતા જી.કે.માં ડીડીઓ ભવ્ય વર્મા, સીડીએચઓ ડૉ. માઢક, ભુજના ટીડીઓ શૈલેષ રાઠોડ, ભુજના મામલતદાર સી.આર. પ્રજાપતિ, વિવેક બારહટ સહિતના અધિકારીઓ તાબડતોબ જી.કે.માં દોડી ગયા હતા અને હતભાગી પરિવારના સ્વજનોને સાંત્વના આપી હતી.

 

(5:24 pm IST)