Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીમાં મોટર સાયકલ પર ગાંજાની હેરાફેરી કરતા બે ઝડપાયા

dir="auto">
મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે બાયપાસ નજીકથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને dysp રાધિકા ભારાઈની સુચનાથી એ ડીવીઝન પી.આઈ. બી.પી.સોનારા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ટીમ પેટ્રોલીગમાં હોય ત્યારે પોલીસ કોન્સટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરા તથા સમરતસિંહ જામભા ઝાલાને બાતમી મળી હતી કે કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટીપ્લોટ સામેથી હરદીપસિંહ અશ્વિનસિંહ જાડેજા (ઉ.વ.૨૩) (રહે. મોરબી, વાવડી રોડ, મીલનપાર્ક, શેરી નંબર ૨, બ્લોક નંબર-૧, મુળગામ-માણેકવાડા) અને સંદીપ ચંદ્રકાંત કારીયા (ઉ.વ.૨૪, ધંધો-કુટની લારી(રહે. મોરબી, માર્કેટીંગ યાર્ડ કેન્ટીનના મકાનમા, મુળ રહે. વેરાવળ) પોતાના કબ્જા ભોગવટાવાળા એકસેસ મોટર સાયકલ નંબર જી.જે.૩૬ ઓ ૬૦૭૯ કીમત રૂપિયા ૨૦,૦૦૦ વાળામાં બેસી ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો ૪૬૦ ગ્રામ વજન કિંમત રૂપીયા ૪,૬૦૦ નો રાખી હેરાફેરી કરતા મુદામાલ કુલ કીમત રૂપિયા ૨૪,૬૦૦ ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવહી કરવામાં આવી છે
આ કામગીરી પી.આઇ. બી.પી.સોનારા, પો.હેડ.કોન્સ રામભાઇ મંઢ, મહાવીરસિંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, પો.કોન્સ. ભાનુભાઇ બાલાસરા તથા ચકુભાઇ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, આશીફભાઇ રાઉમાં, ભરતભાઇ હુંબલ, મહેન્દ્રસિંહ ઝાલા તથા જનકભાઇ મારવાણીયા સહિતના સ્ટાફે કરી હતી.
(7:00 pm IST)