Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીના શક્તિ ચેમ્બર નજીકથી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી વાંકાનેર હાઈવે પર શક્તિ ચેમ્બર પાસેથી એક શખ્શને  એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ સાથે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શક્તિ ચેમ્બર ૧ પાસે સર્વિસ રોડ પરથી પસાર થતા આરોપી નારણ ઉર્ફે લાલો પરષોતમ સીતાપરા (ઉ.વ.૩૩) ( રહે ઉમિયાનગર મોરબી ૨ વાળા)  પાસેથી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ મળી આવતા પોલીસે ૧૫,૯૫૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(7:08 pm IST)