Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીના ઉંચી માંડલ ગામના સરપંચે ઝાડું પકડ્યું :આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી : આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણી પૂર્વે ગુજરાતમાં વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે જેમાં વિવિધ આગેવાનોને પાર્ટીમાં જોડવાની કવાયત અંતર્ગત ઉંચી માંડલ ગામના સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે
મોરબીના ઉંચી માંડલ ગામના સરપંચ પરમાર ટપુભા માવુભા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપ જીલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથી, જેતપર સરપંચ નીલેશભાઈ અઘારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉંચી માંડલ ગામના સરપંચને પાર્ટીમાં આવકાર્યા હતા

(10:23 pm IST)