Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ધેડ પંથકની જળબંબાકારની ડ્રોનની તસવીરો વાયરલ થઈ

પોરબંદર જિલ્લામાં વરસાદની ગંભીર સ્થિતિ : તસવીરો ક્યારની છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી

પોરબંદર, તા.૨૬   : હાલ આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પોરબંદરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પોરબંદર જિલ્લાની આ તસવીરો ડ્રોન દ્વારા લેવામાં આવેલી છે. પોરબંદર જિલ્લાના ઘેડપંથક તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારમાં જે રીતે જળબંબાકાર છે તે દેખાઇ રહ્યું છે. પરંતુ આ તસવીરો ક્યારની છે તે હજી સ્પષ્ટ થઇ નથી રહ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતાં ધોરાજી નજીકના ભાદર ૨ ડેમ સહિત ઉપરવાસના અનેક ડેમ અને નદીના ધસમસતા પાણી પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં પહોંચી જતા હોય છે.

                જેના કારણે જિલ્લાના ગરેજ, ચિકાસા , નવીબંદર, રાજપર સહિતના ગામ અને હાઈવેમાં ભરાયેલા પાણીની ડ્રોન કેમેરાથી લેવાયેલી આ તસવીરો છે. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો એક મહિના પહેલાની છે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વહેતી થઇ છે. પોરબંદર જિલ્લાનાં રાજપર ગામની તસવીર. જેમાં આખું ગામ જાણે પાણીમાં હોય તેવું દેખાઇ રહ્યું છે. આ તસવીરમાં એકબાજુ પોરબંદર તો બીજી બાજુ વેરાવળ દેખાઇ રહ્યું છે. પોરબંદર વેરાવળ હાઇવે પાસે આવેલુ ચિકાસા ગામ આ તસવીરમાં દેખાઇ રહ્યું છે. આ તસવીરમાં લખેલું છે કે ભાગ ગામ પાસે આવેલી ફેક્ટરી. તસવીરમાં જોઇ શકાય છે કે મોટાભાગની ફેક્ટરી પાણીમા ગરકાવ થઇ ગઇ છે. નવીબંદર પાસેનું ગરેજ ગામ દેખાઇ રહ્યું છે.

(7:58 pm IST)