Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં બળવાખોર જૂથના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરતી ભાજપ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૨૭ : નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની બાકી રહેતા અઢી વર્ષ માટે ચૂંટણી ગઈ ૨૪ના રોજ ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી. આ ચૂંટણી પક્ષવાર પરિસ્થિતિ જોતા ભાજપના ૨૮ સભ્યો કોંગ્રેસના ૭ સભ્યો અન્ય એક સભ્ય મળી કુલ ૩૬ સભ્યો નગરપાલિકામાં છે. ભાજપા પાસે સંપૂર્ણ બહુમતી હોવા છતાં ભાજપ બે જૂથમાં વહેંચાયેલું હતું ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે પ્રમુખ મયુરભાઈ સુવા તથા ઉપપ્રમુખ મંજુબેન માકાડાયાનું નામ આવતા ભાજપના બીજા જૂથના દાનાભાઈ ચંદ્રવાડીયા અને રણુભા જાડેજા બળવો કરી ઉમેદવારી નોંધાવી હતી. આ બળવો થતાં કોંગ્રેસ બળવાખોર જૂથ અને પોતાના મત આપતા ભાજપની નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી હોવા છતાં વર્ષો પછી ભાજપનો નગરપાલિકામાંથી સફાયો થયો હોય અને બળવાખોર જૂથે સત્તા કબજે કરેલ.ઙ્ગ

ત્યારબાદ ભાજપના ૧૪ સભ્યોને ભારતીય જનતા પાર્ટી તરફથી બળવો કરતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જેમાં રણુભા નવલસિંહ જાડેજા, જેન્તીભાઈ બચુભાઈ રાઠોડ, અમિતાબેન વિરલભાઇ કાલાવડીયા, સુશીલાબા અનુભા જાડેજા, જયશ્રીબેન હરસુખભાઇ સોજીત્રા, વર્ષાબેન રાકેશભાઈ કપુપરા, ઉષાબેન ભાયાભાઈ વસરા, રમાબેન લખમણભાઇ કંટારીયા, રમાબેન રમેશભાઈ ડેર, જગદીશભાઈ બાબુભાઇ કપુપરા, દાનાભાઈ અરજણભાઇ ચંદ્રવાડિયા, (પ્રમુખ) રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયા વર્ષાબેન જેઠાભાઇ ડેર અશ્વિનભાઈ ઉકાભાઇ બારીયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જયારે આ બળવાખોર ૧૪ સભ્યો સસ્પેન્ડ થતાં ભાજપ જુથે ફટાકડા ફોડેલ હતાં.

(9:52 am IST)