Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ધોરાજી - ઉપલેટા વિધાનસભા ક્ષેત્રની ત્રણ નગરપાલિકામાં કબ્જો કરવાના ભાજપના ઓરતા અધૂરા રહ્યા : વસોયા

ભાજપની નીતિ સામે તેની જ ભાષામાં કોંગી ધારાસભ્ય લલિતભાઇએ કૂનેહપૂર્વક જવાબ આપ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૭ : તાજેતરમાં સૌરાષ્ટ્રમાં નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીઓ યોજાઈ જેમાં કોઈ કોઈ નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયું. જેમાં વિસાવદર અને વંથલીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી.

જયારે ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી અને ભાયાવાદરની નગરપાલિકા કોંગ્રેસમાં જાળવી રાખી હતી. ધોરાજી અને ભાયાવાદરમાં પણ ભાજપ દ્વારા પાલિકાની સત્તા આંચકી લેવા પ્રયત્નો થયા હતા. પરંતુ તેમાં ભાજપનો ગજ વાગ્યો ન હતો. ઉપરાંત ઉપલેટા ભાજપ પાસે ૩૬માંથી ૨૬ સીટો ભાજપ પાસે હોય અને છેલ્લા ૧૮ - ૧૮ વર્ષથીઙ્ગ ઉપલેટા પાલિકામાં ભાજપનું શાશન હોય ત્યારે ભાજપમાં પ્રમુખ પદ માટે આંતરિક હોડ ઉભી થતા ભાજપ જૂથના બે બાહુબલી નેતાઓએ પ્રમુખપદ માટે નામાંકન ભરતા ઉપલેટમાં પાલિકાનું રાજકારણ ચરમ સીમાએ પહોંચ્યું હતું. વર્ષોથી સરળ અને સાલસ સ્વભાવ ધરાવતા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાનું શાશન ચાલી રહ્યું હતું. જેમાં યુવા અને ઉત્સાહી યુવાન મયુરભાઈ સુવાએ પ્રમુખપદ માટે જોર લગાવતા ભાજપે મયુરભાઈ સુવાના નામનો મેન્ડેટ આપ્યો હતો.

જોકે ૨૪ તારીખે દાનભાઈ ચંદ્રવાડિયા એ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ઘ જઈ ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૫ સભ્યોની મદદથી બહુમતી પુરવાર કરી પ્રમુખપદ મેળવી લીધું હતું.

ઙ્ગઆમાં જોઈએ તો સમગ્ર ગેમ કોંગ્રેસના સભ્યો એ પલટી નાખી હતી. પાલિકા મામલે કોંગ્રેસના પાંચ સભ્યોનું સમર્થન દાનભાઈને મળ્યું હતું. તે સભ્યો જાતે ભાજપ ને ટેકો આપ્યો કે ધારાસભ્ય લલિત વસોયાએ તેમને ટેકો આપવા મોકલ્યા તેના વિશે અટકળો ચાલી રહી છે.

સમગ્ર સ્થિતિ પરથી એક વાત નક્કી થાય કે ધારાસભ્ય વસોયાએ પોતાના મત વિસ્તારમાં બે પાલિકામાં કોંગ્રેસનું શાશન ટકાવી રાખ્યું અને ઉપલેટમાં ભાજપની સતાને ઉખેડવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

(9:53 am IST)