Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જામનગરના ભેજાબાજે ૧૦ રીક્ષાઓ ચોરી નંબર બદલાવી બીજાને વેંચી નાખી!

ગુલબનગરના હરિશ ગોહીલ પહેલાં ભાડેથી રીક્ષા ચલાવતો પણ પાછી નહી આપવાના ઇરાદે પોતાની પાસે રાખી લીધીઃ જે તે ગામમાં જતો રાત્રી રોકાણ કરતો અને રીક્ષા ચોરી નંબર પ્લેટ બદલાવી નાખતોઃ માંગરોળ, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા, ગોંડલમાં રીક્ષાઓ વ્હેંચીઃ મુળ મોરકંડાના કારડીયા રાજપૂત શખ્સને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ૮ રિક્ષા કબ્જે કરી ચોરીના ભેદ ઉકેલ્યા

જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવારની સુચના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જુનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર આર. કે. ગોહીલ તથા પો. સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય. તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન પો. હે. કે. વી. કે. ચાવડા, બી. કે. સોનારા, એસ. એ. બેલીમ તથા પો. કો. સાહીલ હુસેનભાઇ, જયદિપભાઇ મનસુખભાઇ વિગેરે હકિકત મળેલ કે, એક ઇસમ અતુલ શકિત રીક્ષા રજી. નં. જીજે-૧૧-વી-૯પ૪૦ ની લઇને ભવનાથથી મજેવડી દરવાજા તરફ આવે છે અને તેણે આ રીક્ષા ચોરી અથવા બીજી કોઇ રીતે મેળવેલ છે.

તેવી હકિકત મળતા ધારાગઢ દરવાજે આવી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન રીક્ષા નિકળતા તેના રોકાવી હરીશ પ્રતાપભાઇ ગોહીલ રહે. જામનગર વાળો હોવાનું જણાવેલ અને તેના કબ્જાની અતુલ શકિત રીક્ષા કબ્જે કરી પુછપરછ કરતા જણાવેલ કે, આશરે ચાર પાંચ વર્ષ પહેલા પોતે જામનગરમાં ભાડેથી રીક્ષાઓ ચલાવતો હતો ત્યારે જામનગર રામેશ્વરમાં રહેતા રમેશભાઇ મોરી પાસેથી આ અતુલ શકિત રીક્ષા રજી. નં. જીજે-૧૦-ડબલ્યુ-૧૩૬૬ ની ભાડે ચલાવવા માટે લીધેલ હતી. પરંતુ પોતાને આ રીક્ષા રમેશભાઇ મોરીને પાછી આપવી ના હોય. જેથી તેણે રીક્ષાની અસલ નંબર પ્લેટની જગ્યાએ જીજે-૧૧-વી-૯પ૪૦ નંબરની નંબર પ્લેટ બનાવી લગાડી દીધેલ છે. અને આ રીક્ષા તેને પાછી આપેલ નથી. તેમજ તેણે બીજી રીક્ષાઓની ચોરીઓ કરેલ છે.

આશરે દોઢેક મહિના પહેલા આરોપી જુનાગઢ આવેલ હતો. અને રાત્રીના આશરે ત્રણ સાડા ત્રણ વાગ્યે જુનાગઢ ગીરનાર દરવાજા પાસે આવતા માળી પરબના ઉતારા પાસે બારોબાર એક પ્યાગો રીક્ષા રજી. નં. જીજે-ર૩-ડબલ્યુ-૯પ૪૮ ની પડેલ હોય. જે રીક્ષાની ચોરી કરી લઇ ગયેલ અને આ રીક્ષામાં અસલ નંબર પ્લેટ કાઢી તેની જગ્યાએ રજી. નં. જીજે-૦૧ પીએકસ-ર૭૩૭ ની નંબર પ્લેટ લગાડી આ રીક્ષા આરોપીએ દ્વારકાના મંગાભાઇ કાળુભાઇ રબારીને વહેચેલ છે. અને આ મંગાભાઇ કાળુભાઇ રબારી અગાઉ ઓખા રહેતા હતા ત્યારે તેને ચોરીની પ્યાગો રીક્ષા નં. જીજે-૦૭-વીવી-ર૭ર૮ ની વહેચેલ હોય જે ઉપરોકત ચોરીની રીક્ષા આપેલ જેથી સાટા પાટામાં આ ર૭ર૮ નંબરની પ્યાગો રીક્ષા આરોપીએ તેની પાસેથી લઇને માંગરોળના અલ્લારખાભાઇને વહેચેલ છે. જે અંગે વેરીફાઇ કરતા જુનાગઢ એ. ડીવીઝન પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર૩ર૦રપ૪૯/ર૦ર૦ આઇ. પી. સી. ક. ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

એકાદ વર્ષ પહેલા જુનાગઢ સકરબાગ રોડ ઉપરથી આરોપીએ એક પ્યાગો રીક્ષાની ચોરી કરેલ છે જે રીક્ષાના અસલ નંબર આરોપીને હાલ યાદ નથી. પરંતુ તેમા અસલ નંબરની જગ્યાએ ખોટા નંબર જીજે-૦૭-વીવી-ર૭ર૮ ની નંબર પ્લેટ લગાવી આ રીક્ષા આરોપીએ પહેલા મંગાભાઇ કાળુભાઇ રબારી રહે. ઓખા હાલ દ્વારકા વાળાને વહેચેલ હતી. અને ત્યારબાદ દોઢેક મહિના પહેલા આરોપીએ તેને ઉપર મુજબ ચોરીની બીજી રીક્ષા આપતા સાટા પાટામાં આ રીક્ષા તેની પાસેથી પાછી લઇ માંગરોળના અલારખા હુસેનભાઇ કાલવાતને વહેચેલ છે. જે અંગે વેરીફાઇ કરતા કોઇ ગુન્હો દાખલ થયેલ નથી.

સાત મહીના પહેલા આરોપીએ જુનાગઢ રીક્ષા ચોરી કરવા માટે આવેલ હતો અને રાત્રી દરમ્યાન જુનાગઢ ગીરનાર દરવાજા નજીકથી એક પ્યાગો રીક્ષા રજી. નં. જી. જે. ર૩-યુ-૮૬૩૬ ની ચોરી કરેલ હતી જે રીક્ષા આરોપીએ ઓરીજીનલ નંબર પ્લેટ બદલી તેમાં રજી. નં. જીજે-૦૧-બીઝેડ-૯૪૪૮ ની લગાડેલ હતી અને આ રીક્ષા આરોપીએ ઓખાના હનીફભાઇ સીદીભાઇ સુરાણીને રૂ.ર૦,૦૦૦/-માં વહેચેલ છે જે અંગે વેરીફાઇ કરતા જૂનાગઢ એ-ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦ર૩ર૦૦ર૦૪/ર૦ર૦ આઇ.પી.સી. ક. ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.

આશરે દોઢેક મહિના પહેલા આરોપી રીક્ષા ચોરી કરવા જુનાગઢ આવેલ હતો. જુનાગઢ સાબલપુર ચોકડી નજીકથી પ્યાગો રીક્ષા રજી.નં.જી.જે.ર૩-ડબ્લ્યુ ૦૪૪ર નંબરની ચોરી કરેલ હતી જે રીક્ષામાં અસલ નંર પ્લેટ કાઢી નાખેલ અને તેની જગ્યાએ રજી.નં.જી.જે.-ર૩-યુ-પ૦૩૪ નંબર પ્લેટ ફીટ કરી આ રીક્ષા આરોપીએ મીઠાપુરના લખનભાઇ સામતભાઇ પરમારને રૂ. ૧૯,૦૦૦માં વેચેલ છે જે અંગે વેરીફાઇ કરતા જુનાગઢ તાલુકા પો.સ્ટે.ગુ.રા. નં.૧૧ર૦૩૦રપર૦૦૮ર/ર૦ આઇ.પી.સી. ક. ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.

આશરે અગિયારેક મહિના પહેલા આરોપી જૂનાગઢ આવેલ હતો અને જુનાગઢમાં ભવનાથ રીંગ રોડ ઉપરથી અતુલ ઝેમ રીક્ષા રજી.નં.જી.જે-૦૧-ડીવાય-પ૮૮૭ની ચોરી કરેલ હતી. જે રીક્ષામાં આરોપીએ અસલ નંબર પ્લેટ બદલાવી તેમાં રજી.નં.જીજે-૦૧-બીયુ-૧૯પ૩ નંબરની લગાડેલ હતી અને આ રીક્ષા આરોપીએ બેટ દ્વારકાના રાજેશભાઇ શ્યામદાસ કુબાવતને રૂ. પ૦,૦૦૦માં વહેચેલ છે જે અંગે વેરીફાઇ કરતા જુનાગઢ ભવનાથ પો.સ્ટે. ગુ.ર.નં. ર૮/૧૯ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબનો દાખલ થયેલ છે.

પાંચ છ મહિના પહેલા આરોપી સોમનાથ દર્શન કરવા ગયેલ અને રાત્રી દરમ્યાન સોમનાથ મંદિરથી ત્રિવેણી તરફ જવાના રસ્તા ઉપર રોડની સાઇડે આલ્ફા રીક્ષા પડેલ હોય જે રીક્ષા આરોપીએ ચોરી કરેલ અને આ રીક્ષાના અસલ નંબર હાલ યાદ નથી, પરંતુ આ રીક્ષામાં આરોપીએ રજી.નં.જીજે-૦૧-બીઝેડ-૪૮૦૦ નંબરની ખોટી નંબર પ્લેટ લગાડી આ રીક્ષા બેટ દ્વારકાના મધુસુદન શ્યામદાસ કુબાવતને રૂ.૩પ,૦૦૦/-માં વહેચેલ છે. વેરીફાઇ કરતા હાલ કોઇ ગુન્હો દાખલ થયેલ નથી.

લગભગ બે અઢી મહિલના પહેલા મીઠાપુર ટાટા કોલોની પાસેથી પ્યાગો રીક્ષા રજી.નં.જીજે-૦૭-ટીટી-૪પપ૮ની ચોરી કરેલ છે જે રીક્ષામાં અસલ નંબર પ્લેટ કાઢી તેમાં ખોટી નંબર પ્લેટ રજી.નં.જીજે-૦૭-વીડબલ્યુ-૮૦ર૯ની લગાડી આ રીક્ષા ગોંડલના બીલાલભાઇ અલીભાઇને રૂ.૮,પ૦૦મા વહેચેલ છે. જેમાં વેરીફાઇ કરતા હાલ કોઇ ગુન્હો દાખલ થયેલ નથી.

આશરે જુનાગઢ સ્વામિનારાયણ મંદિર મોતીબાગ ગવેઇટ નજીકથી અતુલ રીક્ષાની ચોરી કરેલ હતી જે રીક્ષાના પુરા નંબર યાદ નથી, પરંતુ ૯૩૦૮ નંબર હતાં એટલુ યાદ છે જે રીક્ષા આરોપીએ હુસેન કરીમભાઇ પીઠડીયા રહે. જામનગર બાયનીવાડી, ચુનાના ભઠ્ઠા પાસે, પ્રણામી પાર્કની બાજુમાં મો.નં.૯૬૦૧૩૧પ૯૧૭, ૭૬૦૦૬ ૮પપ૩૯ ભંગાર વાળાને ભંગારમાં રૂ. ૭૦૦૦માં વહેચેલ છે. જે અંગે ખરાઇ કરતા જુનાગઢ સી-ડીવી પો.સ્ટે ગુ.ર.નં. ફસ્ટ ૭૬/ર૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ દાખલ થયેલ છે.

આશરે બેક વર્ષ પહેલા જુનાગઢ રેલ્વે સ્ટેશન જીકથી પ્યાગો રીક્ષા રજી.નં.૪૬૦૧ નંબરની ચોરી કરેલ હતી. જે રીક્ષા આરોપીએ હુસેન કરીમભાઇ પીઠડીયા રહે. જામનગરબ બાયનીવાડી, ચુનાના ભઠ્ઠા પાસે, પ્રણામી પાર્કની બાજુમાં મો.નં. ૯૬૦૧૩૧પ૯૧૭, ૭૬૦૦૬૮પપ૩૯ ભંગારવાળાને ભંગારમાં રૂ. ૮૦૦૦માં વહેચેલ છે. જે અંગે વેરીફાઇ કરતા જુના સીટી બી-ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.ફસ્ટ ૧૪૧/ર૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો દાખલ થયેલ છે.

આશરે વીસેક દિવસ પહેલા વીરપુર સ્ટેશન રોડ ઉપરથી પ્યાગો રીક્ષા રજી.નં.જીજે-૦૧-બીયુ-પ૯૮૦ની ચોરી કરેલ છે જે રીક્ષા આરોપીએ જુનાગઢના યાકુબ ઇકબાલભાઇ માંડલીયાને રૂ.૧૬૦૦૦માં વહેચેલ છે જે અંગે ખરાઇ કરતા વીરપુર પો.સ્ટે. ગુ.ર.નંં. ૧૧ર૧૩૦૦૧ર૦૦૪૧/ર૦ર૦ આઇપીસી કલમ ૩૭૯ મુજબ દાખલ થયેલ છે.

પકડાયેલ આરોપી હરીશભાઇ પ્રતાપભાઇ છગનભાઇ ગોહિલ કારડીયા રાજપૂત ઉ.વ.૪૯, ધંધો-રીક્ષા, ડ્રાઇવીંગ રહે. મૂળ ગામ મોરકડા હાલ રહે. ગુલાબનગર ભાનુ પેટ્રોલ પંપ સામે, નરસીભાઇ કુંભારના મકાનમાં ભાડેથી રહે છે.

અતુલ શકિત કંપનીની પેસેન્જર રીક્ષા હોય જેના આગળ-પાછળ નંબર જોતા જીજ-૧૧-વી-૯પ૪૦ના જેમાં ચેસીસ નં. અધુરા અને ચેકી નાખેલ તેમજ એન્જીન નં.બીએફએલ-૬૦૩ર૪૭ના જોવામાં આવતા રીક્ષાની કિ.રૂ.રપ,૦૦૦/- પ્યાગો રીક્ષા રજીનં.જીજે-૦૧-પીએકસ-ર૭૩૭ કિ.રૂ. ૩પ,૦૦૦/- પ્યાગો રીક્ષા રજી. નં. જીજે ૦૭ વીવી-ર૭ર૮ કિ. રૂ. ૩૦,૦૦૦, પ્યાોગો રીક્ષા રજી.નં. જીજે ૦૧ બીઝેડ ૯૪૪૮ કિ. રૂ. રપ,૦૦૦, પ્યાોગો રીક્ષા રજી. નં. ર૩-યુ-પ૦૩૪ કિ. રૂ. ૩૦,૦૦૦ અતુલ રીક્ષા રજી.નં. ૧-બીયુ-૧૯પ૩ કિ. રૂ. ૪પ,૦૦૦ આલ્ફા રીક્ષા રજી. નં. જીજે ૦૧-બીઝેડ-૪૮૦૦ કિ. રૂ. ૩૦,૦૦૦, પ્યાગો રીક્ષા રજી.નં. જીજે ૦૭-વીડબલ્યુ-૮૦ર૯ કિ. રૂ. ૩પ,૦૦૦, સેમસંગ કંપનીનો સાદો કિ-પેડવાળો મોબાઇલ ફોનઅ૧-કિ. રૂ.પ૦૦ મળી કુલ કિ. ર,પપ,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

મજકુર આરોપી રાત્રી દરમ્યાન કોઇ પણ શહેરમાં જઇ પેસેન્જર રીક્ષા ચોરી કરી ખોટી નંબર પ્લેટ લગાડી વહેચી દઇ ગુન્હો કરે છે.

જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.સે ર૩૭/૨૦૧૬ ઇ.પી.કો.ક.૨૮૩, જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૧ર૧/૨૦૧૬ ઇ.પી.કો.ક.ક.ર૭૯, દેવભુમી દ્વારકા ઓખા મરીન પો.સ્ટે. ગુ.ર.ન.સે.પ૯/૨૦૧૯ ઇ.પી.કો. ક. ર૭૯ મુજબ અગાઉ ગુન્હા નોંધાયેલા છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. ડી.જી.બડવા તથા વાયરલેસ પો.સ.ઇ. ડી.એમ.જલુ તથા પો.હેઙ કોન્સ. વી.એન.બડવા, ડી.આર. નંદાણીયા  ભરતભાઇ બી.ઓડેદરા, જીતેષ એચ.મારૂ, નિકુલ એમ.પટેેલ, પો.કોન્સ. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, પો.કોન્સ. કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(11:15 am IST)