Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નવલખી બંદરે વરસાદના લીધે હજારો ટન કોલસો દરિયામાં ગરકાવ

ખાનગી કંપની તથા આયાતકારોને નુકશાન : અનેક શ્રમિકોની રોજી રોટીને થશે અસર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૭ : મોરબી જિલ્લામાં છેલ્લાં ૩ દિવસથી ભારે વરસાદ થયો છે જેમાં મોરબીના માળિયા વિસ્તારમાં વરસાદનું વધુ જોર જોવા મળ્યું હતું ત્યારે આવા ૩ દવસથી ચાલી રહેલા ભારે વરસાદના કારણે મીઠા ઉદ્યોગમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની સાથે સાથે માળિયા તાલુકાનું નવલખી બંદર પણ તળાવમાં ફેરવાય ગયું હતું જેના લીધે ત્યાં પડેલો હજારો ટન કોલસાનો જથ્થો પાણીના વહેણના કારણે દરિયામાં તણાઈ ગયો હતો

મોરબી જિલ્લાનું નવલખી બંદરને કોલસાનું હબ ગણવામાં આવે છે અને રોજના લાખો ટન કોલસા ની આયાત અને નિકાસ કરવા માં આવે છે પરંતુ કુદરતી મેઘ પ્રકોપના લીધે જે વરસાદી પાણી નવલખી બંદર પર ફરી વળ્યા તેના કારણે કોલસો દરિયામાં વહી જતા હાલ નુકસાન નો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ બની ગયો છે પરંતુ એ ચોક્કસ થી કહી શકાય કે આ કોલસાના નુકસાનથી ખાનગી કંપની થતાં આયાતકારોને મોટી નુકસાની ભોગવવી પડશે તો બીજી બાજુ બંદર ખાતા અને કંપની દ્વારા બચી ગયેલા કોલસા ને યોગ્ય જગ્યા પર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જોકે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી બચી ગયેલા કોલસાને સલામત સ્થળે ખસેડવામાં નહિ આવે તો મોટું નુકશાન હજુ પણ થઇ સકે છે જેની અસર મોરબી ના ઉદ્યોગોમાં પણ જોવા મળી શકે છે આથી આવી તારાજી કે નુકસાન ન થાય તે માટે બંદર દ્વારા યુધ્ધના ધોરણે ટીમો બનાવી હાલ કામગીરી હાથ ધરવા માં આવી છે જો કે હાલ વેપારીઓને લાખો રૂપિયાનો કોલસો પાણીમાં વહી ગયો છે જેના લીધે વેપારીઓ અને ખાનગી કંપનીઓ પાયમાલ થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

(11:25 am IST)