Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાવનગરના તળાજા હળિયામાં બાયો ડીઝલના નામે ભેળસેળયુકત પદાર્થ વહેચતા બે પંપ પર દરોડા

તળાજાના પ્રાંત અધિકારીના આદેશ બાદ તપાસ હાથ ધરાઇ : રૂ.પાંચલાખનો મુદ્દામાલ સીઝ કરાયો : ડે.કલેકટરનું આકરૂ પગલું

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.૨૭: ભાવનગર જિલ્લાનાતળાજા પ્રાંત અધિકારીના આદેશના પગલે છેલા બે દિવસ થી બાયોડિઝલ વેંચતા પમ્પો પર રેડ કરવામાં આવી રહી છે.રેડ દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવતા બંને તળાજા નોઙ્ગ એક અને ઠળિયાનો એક પંપ સિલ કરવામાં આવ્યો છે.

ભાવનગર સહિત રાજયના પેટ્રોલ પંપ ના સંચાલકો દ્વારા બાયો ડીઝલના નામે કેમિકલ યુકત ઇંધણ નો ગેરકાયદેસર મોટો વેપલો થઈ રહ્યો છે.તેવી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.જેને પગલે તંત્ર દ્વારા બાયોડિઝલના નામે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી ચાલતા પમ્પો સામે લાલઆંખ કરવામાં આવી છે.જેના ભાગરૂપે ગઈકાલે તળાજાના ઠળિયા અને આજે તળાજા ની ચોકડી ખાતે રેડ કરી બંને પંપ સિલ કરવામાં આવ્યા હોવાનું તળાજા ડે. કલેકટર દક્ષેશ મકવાણા એ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતુંકે બાયોડિઝલ છે પણ તપાસ દરમિયાન કયાંથી જથો લાવવામાં આવે છે.કેટલો લાવવામાં આવ્યો હતો. તેના બિલ જી.એસ.ટી નંબર,બાયો ડીઝલ વેચવાનું લાયસન્સ જેવા સરકારી તમામ કાયદાઓનું ઉલ્લંઘન જોવા મળતા બંને પંપ મળી પાંચેક લાખ રૂપિયાનો જથ્થો હાલ સિઝ કરવામાં આવ્યો છે.

એક પેટ્રોલપંપ સંચાલકના કહેવા મુજબ ખરેખર આ બાયોડિઝલ છેજ નહિ. એમ.પી.ઓ અને સી-નાઇન ,ડિસ્ટીલ વોકયુમ ઓઇલ જેવા કેમિકલને ભેળવી બાયો ડીઝલના નામે લિટરના છપ્પન રૂપિયા લેખે વેચવામાં આવે છે. જેને લઈ ડીઝલના વેચાણ પર એંશી ટકા સુધી અસર પડી છે. (૨૨.૧૦)

. અલંગ, મામસા,ચિત્રા સહિતના સ્થળે થાય છે બેરોકટોક મિશ્રણ :

સુમાહિતગાર સૂત્રોનું કહેવું છેકે દરરોજ ના અનેક ટેન્કર કેમિકલ ભાવનગર સહિત રાજયના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવી રહ્યા છે.એમ.પી.ઓ ગાંધીધામ અને સી- નાઇન અંકલેશ્વર થી મળી રહે છે.બંને કેમિકલ અલંગ, મામસા,ચિત્રા સહિત ના વિસ્તારમાં પહોંચેછે. ત્યાં મિશ્રણ કરી તાલુકા અને ગામડાઓ સુધી સરકારી તંત્રની કોઈપણ જાતની રોકટોક વગર પહોંચેછે.જે બધુજ ગેરકાયદેસર હોય છે.તંત્ર એ આ બાબતે તપાસ કરવી રહી.

.એક લિટરે સરકારને રૂપિયા ૫૦/- ની ખોટ :

પેટ્રોલ પંપના સંચાલકનું કહેવું છેકે આજે ડીઝલના ભાવ ૮૦.૫૫/- રૂપિયા હતા. એક લીટર એ રાજય અને કેન્દ્ર બંનેનો ટેકસ પચાસ રૂપિયા થાય છે.આ બાયોડિઝલના નામે વેચાતું કેમિકલના ભેળસેળ વાળું ઇંધણ આજે હજારો લીટર ભાવનગર જિલ્લામાં જ વેચાઈ રહ્યો છે.જે સરકારને આવકમાં કરોડો રૂપિયાની નુકશાની થાય છે.એ ઉપરાંત પ્રદુષણ પણ મોટાપાયે ફેલાવે છે.

(11:30 am IST)