Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પોરબંદર જિલ્લામાં ૧૪ ધન્વંતરી રથ દ્વારા ૫૦ હજારથી વધુ વ્યકિતઓની આરોગ્ય તપાસની કામગીરી પુર્ણ

પોરબંદર ૨૭ :  જિલ્લામાં ૧૪ દ્યન્વંતરિ રથ કાર્યરત છે. નેસ તથા દ્યેડ વિસ્તારના ગામડાઓ તથા રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, છાયા શહેરમાં આરોગ્ય સ્ટાફ લોકોના ઘરે ઘરે જઇને વિનામૂલ્યે આરોગ્યની તપાસણી કરવાની સાથે કોવિડ-૧૯નું સંક્રમણ વધુ ફેલાઇ નહી તે માટે રાખવાની જરૂરી તકેદારીનું માર્ગદર્શન તથા રોગપ્રતિકારક શકિત માટેની દવાનુ વિતરણ કરે છે.

શહેરનાં રાવલીયા પ્લોટમાં રહેતા કરીયાણાની દૂકાન ધારક ભાવનાબેન લાખાણીએ કહ્યુ કે, ધન્વંતરિ રથ મારા દ્યર આંગણે આવતા મારૂ અને આખા વિસ્તારનાં રહેવાસીઓનું મેડિકલ ઓફિસરે આરોગ્ય તપાસણી કરીને રોગપ્રતિકારક શકિત વધારવા માટેની દવા પણ વિનામૂલ્યે આપી છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા શરૂ કરાયેલ આ રથનો જિલ્લાવાસીઓ વધુને વધુ લાભ લે તથા પોતાની અને પરિવારની આરોગ્ય તપાસણી કરે તે જરૂરી છે. જેથી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય.

રામધૂન મંદિરની સામે રહેતા મીલનભાઇએ જિલ્લાતંત્રનો તથા ડોકટર્સનો આભાર વ્યકત કરી કહ્યુ કે, ધન્વંતરિ રથ અમારા વિસ્તારમાં આવ્યો છે. ડોકટરો અને તેમની ટીમે અમારુ આરોગ્ય સ્ક્રીનીંગ કર્યુ, મશીન દ્રારા ઓકસીઝન માપ્યુ તથા આરોગ્ય લક્ષી જરૂરી માહિતી આપીને ઇમ્યુનીટી વધારવા ગોળીઓ આપી પોતાના વિસ્તારમાં આવતા ધન્વંતરિ રથનો દરેક વ્યકિત લાભ લે તેવી અપીલ પણ મીલનભાઇએ કરી હતી.

પોરબંદર જિલ્લામાં કાર્યરત ૧૪ ધન્વંતરિ રથ દ્રારા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોની હેલ્થ ચેકઅપ કરી રહ્યા છે. ઘર બેઠા વિનામૂલ્યે આરોગ્ય તપાસણી થવાથી લોકો જિલ્લાતંત્ર તથા રાજય સરકારનો આભાર વ્યકત કરી રહ્યા છે.

(11:36 am IST)