Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઇમામવાડામાં મજલિસો ઉપરના કચ્છ કલેકટર દ્વારા પ્રતિબંધ સામે હાઇકોર્ટમાં પડકાર કરાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : અખિલ કચ્છ મોહર્રમ અને તાજીયા કમિટીએ કચ્છ કલેકટર પ્રવિણા ડીકે દ્વારા મોહરમ અંતર્ગત બહાર પડાયેલા જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યું છે. કચ્છ કલેકટરે ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મોહર્રમની ઉજવણી દરમ્યાન ઈમામવાડામાં થતીઙ્ગ મજલીસો, ઈબાદત સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ નિર્ણય સામે દાખલ કરાયેલ રિટ પિટિશનમાં જણાવ્યા પ્રમાણે કલેકટરનો આદેશ તેની સત્તાની ઉપરવટનો છે. મુસ્લિમ બિરાદરોને ઈમામવાડાની અંદર ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં કરવા દેવાના ફરમાનથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું આ ફરમાન છે. અરજદાર દ્વારા કરાયેલી રજુઆતમાં અમદાવાદ, સુરતના પોલીસ કમિશનરો દ્વારા પણ ઈમામવાડાની અંદર થતી ધાર્મિક પ્રવૃતિઓ ઉપર રોક લગાડવામાં આવ્યો નથી. મોહર્રમમાં ઈમામવાડાની ધાર્મિક પ્રવૃતિઓનું મહત્વ ખૂબ હોઈ કચ્છ કલેકટરનો હુકમ રદ્દ કરી મંજૂરી આપવા દાદ મંગાઈ છે. દરમ્યાન ઈમામવાડાની અંદર કોવિડ ૧૯ ના નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરાશે એવું પણ અરજદારે જણાવ્યું છે.

(11:38 am IST)