Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કેશોદ, મેંદરડા સહિતના તાલુકાઓમાં વધુ ૭ કન્ટેન્મેટ વિસ્તાર જાહેર

જુનાગઢ તા. ર૭ : કેશોદ, મેંદરડા સહિતના તાલુકાઓમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટર દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

કોરોનાના કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ જુનાગઢ (ગ્રામ્ય) ભેસાણના ચુડા ખાતે પટેલ વાસણની દુકાન પાસે, મેઇન બજાર મોટીપાટી પાસેના મકાનો, ધંધુસરના વલાતીયા વાડી વિસ્તારમાં આવેલ રામદેભાઇ નાથાભાઇ ચાંડેલાનંુ ઘર, મેંદરડાના ચાંદ્રાવાડી ગામમાં લીલાભાઇ ઘેલાભાઇ રાકુસાનું મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કેશોદના વોર્ડ નં.૪-સુમન સોસાયટીમાં આવેલ સરમણભાઇ આલાભાઇ ોલંકીના મકાનથી મનોજભાઇ હિરજીભાઇ પટેલના મકાન સુધીનો એરીયા વોર્ડ નં. ૮-રાજનગરમાં આવેલ રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ ચાંદેલાના મકાનથી ચીમનગીરી લાલગીરી ગૌસ્વામીના મકાન સુધીનો એરીયા વોર્ડ નં.પ-રામનગરમાં આવેલ રામજીભાઇ જાદવભાઇ ઠુમ્મરના મકાનથી હિતેષભાઇ ખીમજીભાઇ સાપરીયાના મકાન સુધીનો એરીયા અગતરાય ખાતે લક્ષ્મીદાસ જીવરાજભાઇ મારડીયાના મકાનથી ગીરધરભાઇ ગોરધનભાઇ ભાલોડીયાના મકાન સુધીનો એરીયા કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૭ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરિયાની ગાઇડલાઇન મુજબ સેની ટાઇઝેશન ડીસઇન્ફેકશન તથા કોવીડ-૧૯ સબંધીત ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

(11:39 am IST)
  • પેટે પાટા બાંધી કરેલી બચત ઉપરના વ્યાજ ઘટાડા માટે તૈયાર રહેજો : આર.બી.આઈ ગવર્નર શશીકાંત દાસએ થાપણો ઉપરના વ્યાજ ઘટશે તેવો સંકેત આપ્યો : બેન્ક કર્મચારીઓ માટે પણ માઠા સમાચાર આપ્યા : રાષ્ટ્રીયકૃત બેંકોનું મર્જર જરૂરી હોવાનું જણાવ્યું : કોરોના મહામારી સામે અર્થતંત્રને મજબૂત કરવા તમામ જરૂરી પગલાંઓ લેવાની તૈયારી બતાવી access_time 12:50 pm IST

  • 'વાહ ભઈ વાહ .......' : હવે પાળીતા ' ડોગ ' નો પણ વીમો લઇ શકાશે : ભારતમાં સૌપ્રથમવાર જનરલ ઇન્સ્યોરન્સ કંપની બજાજ એલાયન્સ દ્વારા જાહેર કરાયેલી નવી વીમા પોલિસી : કૂતરો બીમાર પડશે તો સારવારનો ખર્ચ મળશે : ચોરાઈ જશે તો વળતર મળશે : 3 માસથી 10 વર્ષ સુધીની ઉંમરના કુતરાનો વીમો લઇ શકાશે : પ્રીમિયમ 315 રૂપિયા અને તેનાથી અધિક access_time 1:09 pm IST

  • બુમરાહે ૪૦૦ ટેસ્ટ વિકેટ ઓછામાં ઓછી લેવી પડશે : યુવરાજની જસપ્રિત બુમરાહને સલાહ : બોલર જેમ્સ એન્ડરસન ૬૦૦ ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ ઝડપી બોલર બન્યા બાદ યુવરાજે તેને અભિનંદન આપ્યા access_time 2:52 pm IST