Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મોરબીમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૭ : મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલીયમ ડીલર્સ એસોના પ્રમુખ હર્ષદભાઈ કડીવાર અને જનરલ સેક્રેટરી અનિલભાઈ બુદ્ઘદેવ તેમજ જીજ્ઞેશભાઈ કૈલાએ રાજયના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં બાયોડીઝલ અને બાયોડીઝલના નામે અન્ય ભેળસેળ યુકત કેમિકલનું વેચાણ અનધિકૃત રીતે ટ્રક, ટ્રેકટર જેવા કોમર્શીયલ વાહનોમાં અને અમુક ઉદ્યોગોમાં થઇ રહ્યું છે જેના કારણે પેટ્રોલ પંપ પરથી ડીઝલના વેચાણમાં જંગી દ્યટાડો થયો છે જેને પગલે કેન્દ્ર સરકારને ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટી રૂ ૩૧.૮૩ ન મળવાથી નુકસાન થાય છે જયારે રાજય સરકારને ડીઝલ પરનો વેટ રૂ ૨૦.૨૦ ન મળવાથી નુકશાન થાય છે જેથી પ્રતિ લીટરે ટોટલ રૂ ૫૨ નું નુકશાન થાય છે પ્રદુષણ ઓછું ફેલાય તે માટે તા ૦૧-૦૪-૨૦ થી સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બીએસવીઆઇના ધારાધોરણ મુજબનું ઇંધણ પેટ્રોલ-ડીઝલ દરેક વાહનને મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે પરંતુ આવા ગેરકાયદેસર પદાર્થોના વેચાણના ઉપયોગથી સરકારના પ્રયોસોથી વિરૂદ્ઘ પ્રદુષણ ફેલાય છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

 બાયો ડીઝલના નામે અન્ય ભેળસેળ યુકત કેમિકલ તથા બેઝ ઓઈલ કે એલએલપી જેવા કેમિકલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે જેની કીમત ડીઝલની કીમત કરતા ૩૫ થી ૪૦ ટકા જેટલી ઓછી હોય છે કેમિકલોની આયાત પર અંકુશ મુકવાથી અથવા વધારાની આયાત ડ્યુટી નાખવામાં આવે તો હાલના ડીઝલના છૂટક વેચાણ કીમત અને બાયોડીઝલના નામે અન્ય ભેળસેળયુકત કેમિકલની બજાર કીમત બરાબર જેટલી થઇ જાય જેથી વાહનચાલકો આવા ભેળસેળયુકત કેમિકલ વાપરવાનું બંધ કરે જેની સીધી અસર સરકારને મળતા ટેકસમાં વધારો થાય વાહનનું રજીસ્ટ્રેશન થાય ત્યારે ફયુલ તરીકે ડીઝલ લખવામાં આવે ત્યારેં આવા પ્રકારનું ડુપ્લીકેટ બાયો ડીઝલ કે ભેળસેળયુકત કેમિકલ વાપરે તો મોટર વ્હીકલ એકટ ૧૯૮૯ તથા મોટર સ્પીરીટ અને હાઈ સ્પીડ ડીઝલ આદેશ ૨૦૦૫ ના કાયદાનો ભંગ થાય છે જેથી મોરબી જીલ્લામાં વગર પરવાનગીએ વેચાણ થતા બાયો ડીઝલ કે અન્ય ભેળસેળ યુકત કેમિકલનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ થાય અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ રજૂઆત સાથે કરી છે. 

(11:39 am IST)