Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમરેલીના નાગેશ્રી ગામમાં તીનપતીનો જુગાર ખેલતા ૭ ખેલૈયાને ઝડપી લેવાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૭: અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાયે જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં આપતા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાવરકુંડલા ડીવીઝન તથા સી.પી.આઇ. રાજુલા શ્રી જી જે રાવત ના માર્ગદર્શન હેઠળ, નાગેશ્રી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ બી.જી.વાળા તથા અનાર્મ હેડ કોન્સ. એ.એ.ચૈાહાણ તથા અના.લોક રક્ષક રવિરાજ એચ.મોડાસીયા તથા દીલુભાઇ એચ.ચાવડા  પ્રકાશભાઇ એસ.ઘેલાણી તથા પો. કો. મુકેશભાઈ ચૌહાણે જુગાર તથા પ્રોહીબીશન ડ્રાઇવ સબબ પેટ્રોલીંગ દરમિયાન પો.સબ.ઇન્સ.બી.જી.વાળા સા.ને બાતમી મળેલ કે ટીંબી ગામે કબ્રસ્તાની બાજુમા જાહેરમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાય છે જેથી ત્યાં રેડ કરતાં જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ ઇસમો(૧) ગંભીરસિંહ હનુભાઇ ગોહીલ (૨) તોહીતભાઇ ખોડભાઇ ગોહીલ (૩) જીતુભાઇ ભગવાનભાઇ વઢવાણા (૪) પ્રતાપસિંહ અમરભાઇ ગોહીલ(૫) પ્રવિણભાઇ ખોડભાઇ વેગડ(૬) દાનીસ હારૂનભાઇ મજેઠીયા તથા (૭) કીરીટભાઇ રણુભાઇ ગોહીલ રહે. બધા ટીંબી વાળાઓ ને રોકડ રૂ.૧૦૮૦૦/- તથા ગંજીપત્ત્।ાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૦૮૦૦/- જુગાર લગત સાહીત્ય સાથે પકડી નાગેશ્રી પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી. કરાવેલ છે.આ કામગીરી નાગેશ્રી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ બી. જી.વાળા તથા અનાર્મ હેડ કોન્સ એ.એ.ચૈાહાણ તથા આ.લોક રક્ષક દીલુભાઇ ચાવડા તથા અના.લોક રક્ષક રવિરાજ મોડાસીયા તથા અના.લોક રક્ષક પ્રકાશભાઇ ઘેલાણી તથા આર્મ પો. કો.મુકેશભાઈ ચૌહાણ સામેલ હતા.

(11:39 am IST)