Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાનાં બીજા દિવસે દસ કોપી કેસ થયા

બે સેશનમાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓમાંથી ર૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જુનાગઢ તા. ર૭ :.. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબકકાની ગઇકાલે શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમ.૬, અનુસ્નાતક કક્ષાની સેમ.-ર, ૪, એલએલ.બી., એમ. આર. એસ., એલએલ. એમ. વિગેરેની પરીક્ષામાં આજ રોજ બીજા દિવસે બે સેશનમાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓમાંથી ર૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાન તમામ અંતરીયાળ ૮૦ જેટલા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણમાં શાંતચિતે પરીક્ષા આપી હતી.

આજ રોજ કેમેસ્ટ્રી તથા માઇક્રોબાયોલોજી વિષયમાં કુલ ૧૦ કોપી કેસ થયા હતા જેમાં જુનાગઢ ખાતે ર, માણાવદર ખાતે ૬, બામણગામ, જુનાગઢ ખાતે ૧ તથા ઘુંસિયા (ગીર) ખાતે ૧ કોપી કેસ કરવામાં આવ્ય હતાં. અલગ-અલગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે કોરોના સામેની તકેદારીરૂપે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ પગલઓ લેવામાં આવી રહ્યાં છે.

(11:40 am IST)