Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વલ્લભીપુરમાં નદીમાં ડૂબી જતા માતા - પુત્રના મોત

૮ વર્ષના પુત્ર સાથે દક્ષાબેન કોળી કપડા ધોવા ગયા'તા

ભાવનગર તા. ર૭: વલભીપુર પંથકમાં નદીમાં કપડા ધોવા ગયેલ મહિલા અને તેનાં આઠ વર્ષનાં પુત્રનું નદીમાં ડુબી જતાં કરૂણ મોત નિપજયું હતું.

વિગતો મુજબ વલભીપુર તાલુકાનાં તોતકપીયાવા ગામે રહેતાં કોળી દક્ષાબેન ભાવેશભાઇ બાવળીયા તેના આઠ વર્ષના પુર વિર ને લઇ ગામના પાદરે પસાર થતી કેરી નદીનાં કાંઠે કપડા ધોવા ગઇ હતી ત્યારે અચાનક પુત્ર વીરનો પગ લપસી જતાં તે નદીનાં પાણીમાં પડતાં તેને બચાવવા માતા એ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. માતા-પુત્ર બન્ને નદીનાં પાણીમાં ડુબી જતાં બન્નેનાં કરૂણ મોત નિપજયા હતા. આ બનાવે ભારે ગમગીની ફેલાવી દીધી હતી.

(11:42 am IST)