Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ખંભાળિયા ભાણવડ- કલ્યાણપુર-દ્વારકા પંથકમાં ૪૧ પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

અલગ અલગ સ્થળે પોલીસના સફળ દરોડામાં ૮૯ હજારની મતા કબ્જે લેવાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ર૭ :  ખંભાળિયા કોર્ટની સામે રાવળપાડમાં પાા ટીંચતા શાંતિ સામત ચુડાસમા, રવી રમેશ સોઢા, અશોક સવજી પરમાર, સુનિલ મોહન રાઠોડ તમામને ૧૩૬૦ની મતા સાથે ખંભાળિયા પોલીસે ઝડપી લીધા હતા. સલાયા મરીન પોલીસી જકાતનાકા પાસે રહેતો સલીમ કરીમ ભગાડના રહેણાંક મકાનમાં દરોડો  પાડી જુગાર રમતાં સલીમ કરીમ ભગાડ, દાઉદ સિદિક ધાવડા, જુનુશ મામદ ચબા, ઉંમર ઇશા મોદી, અબ્બાસ સુંભણીયા, ઉંમર અબ્દુલા સંધાર, અકબર દાઉદ સુભણીયા તમામને રોકડ ૩૪,૧૦૦ મોબાઇલ નંગ-૮, મળી કુલ રૂ. પ૪,૧૦૦ની મતા સાથે ઝડપી લીધા હતા રેઇડ દરમિયાન પોલીસને જોઇ મકાન માલિક સલીમ કરીમ ભગાડને દરોડો પાડતા જુસબ ઉર્ફે અનિયો હાસમ ઘુઘા, કાના ભીખા મારીયા, ગોવા કાના ગોજીયા, રીફક ઉમર દેથા, ઇસ્માઇલ વલી મામદ બેગ, યુનુશ સુલેમાન દેથા, પાલા ગોગન નંદાણીયા તમામને ૧૧,૩પ૦ની મતા સાથે ઝડપી લીધા હતા. બીજા શેઢાખાઇ ગામના દરોડોમાં સુલતાન મામદ દેથા, કલ્પેશ, હમીર હાથીયા, અબ્બાસ ઉમર દેથા, ગફાર હાજી દેથા, નવાઝ જુમા દેથા, ઉમર મામદ દેથા તમામને રોકડ ૩૩૮૦ ની મતા સાથે ઝડપી લઇ ગુનોનો ધ્યો છે. દ્વારકા પોલીસે વરવાળામાં જાહેરમાં જુગાર રમતાં લાખાા મુળુ વાઘેલા, રણછોડ ભીખા ચૌહાણ, લખુ ડાયા વાઘેલા, અરજણ છગન પરમાર, વશરામ  ચાહાણ તમામને રોકડ ૧૪,૪પ૦ ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. કલ્યાણપુર પોલીસે રાવલ ગામેથી લખન રાજશી બારીયા, રાજુ અરશી બારીયા, રામા કારા બારીયા, લખમણ મોહન જમોડ, મનિષ અરજણ ગામીજા, રમેશ કારા બારીયા, દેવા માંડણ બારીયા, ભીમા રાજશી બારીયા, રાજુ લખમણ બારીયા તમામને ૪૬૩૦ ની રોકડ સાથે ઝડપી પાડયાં હતાં.

રાવલમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને યુવાનને ધોકાવ્યો

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધારમાં રહેતા મુરૂભાઇ કારાભાઇ મકવાણા (ઉ.વ.૩પ) નામના કોળી યુવાને ચના કારા ચૌહાણ, મોહન કારા ચૌહાણ, વિરમ મોહન ચૌહાણ, ભીખુ મેરામણ ચૌહાણ વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસમાં ફરીયાદ નોંધાવતા તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

ફરીયાદી મુરૂભાઇએ જણાવ્યું છે કે, ઉપરોકત તમામ શખ્સો મારા ઘર પાસે આવીને કહેલ કે તારા ભાઇ લગધીર પાસેથી પૈસા ભાગીએ છીએ તે આપી દે, આથી મેં તેમને મારા ભાઇ પાસેથી પૈસા લેવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ લાકડાના બેટ અને ઢીકાપાટુથી મારમારતાં સારવાર લીધી હતી. પોલીસે તમામ વિરૂ ધ્ધ આગળ કાર્યવાહી હાથ ધરી છે.

(11:43 am IST)