Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગોંડલમાં સરકારી જમીનમાં વૃક્ષોને નુકશાન કરનાર હોટલ માલીક સહિત ત્રણ સામે ગુન્હો

હાઇવે ઓથોરીટીએ દબાણ દુર કરી ફેન્સીંગ કરી વૃક્ષારોપણ કરતા શિવ હોટલના માલીક સહિત ૩એ કર્મચારીને ગાળો આપી વૃક્ષો કાઢી નાખ્યા

રાજકોટ તા. ર૭ :.. ગોંડલ નવા યાર્ડ પાસે હાઇવે ઉપર સરકારી જમીનમાં વૃક્ષોને નુકશાન કરનાર હોટલના માલીક સહિત ત્રણ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ નેશનલ હાઇવે ઓથોરીટીના કર્મચારી અજયસિંહ અમરસિંહ ઠાકોર રે. રાજકોટએ ગોંડલ નવા યાર્ડ પાસે આવેલ શિવ હોટલના માલીક લાલભાઇ તથા તેના બે કર્મચારીઓ સામે સીટી પોલીસમાં યાર્ડ પાસે હાઇવે ઉપર આવેલ ઉકત હોટલ પાસે સરકારી જમીનમાં કરાયેલ દબાણ દુર કરી ફેન્સીંગવાળી વૃક્ષારોપણ કરાયા બાદ હોટલના માલીક લાલાભાઇ તથા તેના  બે કર્મચારીઓએ સરકારી જમીનમાંથી વૃક્ષો કાઢી નાખી નુકશાન કરી ફરીયાદી તથા તેના મેનેજરને ગાળો ભાંડી હતી.આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે હોટલના માલીક સહિત ત્રણેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)