Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જુનાગઢમાં વિકાસની ગાડી પૂરપાટ દોડાવોઃ વિજયભાઇ સાથે પદાધિકારીઓની ચર્ચા

નરસિંહ મહેતા તળાવ બ્યુટીફીકેશન, ભૂગર્ભ ગટરની યોજના, નબળી કામગીરી અંગે કોન્ટ્રાકટરો અને જવાબદારો સામે પગલા લેવા તથા સ્ટ્રીટલાઇટ કંપનીને બ્લેક લિસ્ટ કરવા સહિતના વિવિધ પ્રશ્ને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૭: જુનાગઢ કોર્પોરેશનના વિકાસને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્ને ચર્ચા કરી તાકીદે ઉકેલવવા રજુઆત કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી  મુખ્યમંત્રીશ્રીને જુનાગઢના વિકાસને લઇને કરવામાં રજુઆત જુનાગઢ કોર્પોરેશનના મેયરની ટીમ જૂનાગઢના વિકાસના કાર્ય કરવા તત્પર હોય તેવામાં કમિશનરશ્રી અને અધિકારીઓ દ્વારા જે પણ કાંઇ દરખાસ્તઓ આવે અને કાર્યોને મજૂર કરવામાં આવે અને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ સમયસર જૂનાગઢના વિકાસના કાર્યો કરવા અને તેના નિવારણ કરવા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીેકશનની કામગીરી અંગે તેમજ દામોદરકુંડની સામેના રોડને ફોરટ્રેક માટે ફોરેસ્ટનું એનઓસી આવી ગયું છે ત્યારે રોડને ફોર ટ્રેક બનાવવાની કામગીરી અંગે અને જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની યોજના અંગે, સાબલપુર અને સરગવાળામાં જયાં ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં ડીપી પ્લાનમાં રેસિડન્ટ ઝોન હોવાથી ઝોન ફેરવવા બાબતે, રોસ્ટર જીસ્ટરનું તાત્કાલીક ધોરણે મેકમ થાય જેથી કરીને લાયકાત પ્રમાણે ખાલી જગ્યાની ભરતી પૂરવામાં આવે, દોલતપરાથી સકકરબાગ, માર્કેટ યાર્ડના રસ્તાની વિસ્તૃત કરી જેથી વહેલી તકે કામગીરી થાય તે અંગે ચર્ચા કરી, જૂનાગઢમાં લગાવેલ સ્ટ્રીટ લાઇટની શહેરીજનોની ફરીયાદના લીધે આ લાઇટની કંપની ઇઇએસએલને બ્લેક લિસ્ટ કરવા તથા જૂનાગઢના છેલ્લા ત્રણ વર્ષમાં ગેરંટી પીરીયડમાં થયલ કાર્યોમાં નબળી કામગીરી અંગે તમામ કોન્ટ્રાકટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલા લેવા સહિતના વિવિધ પ્રશ્ને ચર્ચાઓ કરવામાં આવી હતી.(

(12:56 pm IST)