Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નવતર પ્રયોગઃ શહેરમાં 'પૂછે છે જૂનાગઢની જનતા' નામના બેનરો લાગ્યા

રોડ કયારે સારા મળશે અમને, નળમાં ચોખ્ખું પાણી કયારે આવશે, વાહન પાર્કિગ ખુલ્લા કરાવશો? સહિતના પ્રશ્ને સુવિધા આપવા જાગૃત નાગરીકોની માંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૭: શહેરમાં આજે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા નવતોર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ શહેરમાં જૂનાગઢના લોકોને જરૂરી સુવિધાઓ તેમજ વિકાસ લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં કેટલાક મુદ્દાઓ પર તંત્ર ને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢની જનતા પૂછે છે એવું ટાઈટલ રાખી જૂનાગઢ શહેરીજનો વતી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

જે પોસ્ટરમાં શહેરને લગતા સામાન્ય સુવિધા ના પ્રશ્ન અને વિકાસને લગતા પ્રશ્ન સાથે સૂત્રો લખવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના લોકો ટેકસ ભરતા હોવા છતાં સામાન્ય સુવિધાથી વંચિત રહી છે. તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોસ્ટરમાં નીચે લખવામાં આવ્યું છે...અમે ટેકસ ભરીએ છીએ...તો સુવિધા પણ આપો.

આ પોસ્ટરમાં 'પૂછે છે જૂનાગઢની જનતા' એવું ટાઈટલ રાખીને તંત્રને નીચે આપેલા મુદાઓના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જે હર વર્ષે ચૂંટણી સમયે ફકત વાયદાઓ જ રહ્યા છે. અને સુવિધાથી વંચિત રહ્યા છે.

આ પાંચ મુદ્દાઓ જૂનાગઢ શહેરની વિવિધ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે. જેમાં હર વર્ષે રોડ તૂટી જાય છે... રોડ કયારે સારા મળશે અમને...?, હવે નરસિંહ મહેતા તળાવ બ્યુટીફીકેશન કયારે...?, જરૂર છે ત્યાં લેડીઝ, જેન્ટ્સ સૌચાલય બનાવો...કે એના માટે જગ્યા નથી...?, ઘરે ઘરે નળમાં ચોખ્ખુ પાણી કયારે મળશે...?, પહેલા વાહન પાર્કિંગ ખુલ્લા કરાવશો...? કે પછી નકરા દંડ જ ઉદ્યરાવશો...?, અમે ટેકસ ભરીએ છીએ...તો સુવિધાઓ પણ આપો...

આમ આ પાંચ મુદા જૂનાગઢ શહેર માટે સામાન્ય સુવિધાઓ તેમજ વિકાસને લગતા છે જે ઘણા વર્ષોથી જૂનાગઢના શહેરીજનો અનેક વખત રજુઆત કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે.(

(12:58 pm IST)