Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જેતપુરમાં બે મકાનમાં દરોડા જુગાર રમતા ૧૬ ઝડપાઇ ગયા

જેતપુર તા. ર૭ :.. શહેરમાં દારૂ-જુગારની બદી દુર કરવા ડીવાયએસીપ સાગર બાગમારની સુચનાથી સીટી પીઆઇ જે. બી. કરમુરના માર્ગદર્શન હેઠળ અજીતભાઇ ગંભીર મજનુભાઇ મનાત પ્રવિણભાઇ ચાવડા, લખુભાઇ રાઠોડ, હિતેશભાઇ વરૂ, ઘનશ્યામસિંહ જાડેજા રામજીભાઇ ગરેજા, ખુમાણસિંહ ચૌહાણ, મનદિપસિંહ જાડેજા, ચંદુભાઇ પલાળીયા, કીરીદાન સૂર સહિતના બે ટીમ બનાવી શહેરમં પેટ્રોલીંગમાં નીકળેલ.

દરમ્યાન ડોબરીયાવાડી શ્રધ્ધા સોસાયટીમાં રહેતો મંગળુ માકડ તેના રહેણાંક મકાનમાં જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે રેઇડ કરતા તીનપતીનો જુગાર રમતા દિલીપ ખત્રી, ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલીયા (એસબીઆઇ રોડ નવાગઢ), સંજય હીરાભાઇ કાનાબાર (જુના પાંચ પીપળા રોડ) ભરત કેશુભાઇ મોવલીયા (ટાકૂડીપરા નં. ૧૮) રમેશ નેભનદાસ નથવાણી (બગીચા સામે ભગવતી એપાર્ટમેન્ટ) અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈય (બાપુની વાડી) રાજેશ હેમરાજભાઇ રૂપારેલીયા (રહે. શ્રીપાર્ક) તથા મકાન માલીક મંગળુ હાથીયાભાઇ માકડ, આઠેય શખ્સોને રોકડ રૂ. ૧,૦૦,ર૧૦ તથા મો. નંગ-૮ મળી ૧,૧૩,૭૧૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ.

જયારે અન્ય રેઇડમાં ધોરાજી રોડ જલારામનગર-૧ ની બાજુમાં આવેલ સંતોષીનગરમાં રહેતો બિપીન ભીખુભાઇ દેવારકા પોતાના રહેણાંક મકાનમાં જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે રેઇડ કરતા જુગાર રમતા મનોજ રામભાઇ સોંદરાટ બાંગલા ગોપી રેસીડેન્સ ગીરીશ વૃજલાલ (રહે. ખોડપરા) હિતેષ લાલજી સોઢાતર, જીતેશ લાલજી સોઢાતર (રહે. બન્ને જીથુડી રોડ ક્રિષ્નાનગર-નંદલાલ ચેલારામ ખુહા (એસ. ટી. વર્કશોપ સામે) પ્રશાંત અશોકભાઇ સરપંચ (શ્રીજી સ્કુલ પાસે મુન્ના ધર્મરાજ યાદવ (રહે. જાગૃતીનગર - મુળ યુપી) તથા મકાન માલીક બિપીન ભીખુભાઇ દેવાડકાને  રોકડ રૂ. રર,૮૬૦ મો. ૭ મોટર સાયકલ -ર, કુલ મળી ૭૬,૩૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ આમ કુલ બે રેઇડ દરમ્યાન ૧૬ શખ્સોને રૂ. ૧,ર૩,૦૭૦ તથા મુદામાલ મળી કુલ રૂ. ૧,૯૦,૦૭૦  સાથે પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(12:59 pm IST)