Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જૂનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશઃ ૭ ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: ઝાંઝરડા રોડ વિસ્તારમાં હરિઓમનગર સ્થિત જીવનધભારા સોસાયટીમાં રહેતા ગીતાબેન હર્ષદ આચાર્ય (ઉ.વ. પ૦) નામની મહિલા તેના ઘરે જુગાર રમાડતી હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સટેબલ એસ. એ. બેલીમ વગેરેએ ગઇ સાંજે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે ગીતા આચાર્ય તેમજ જલ્પાબેન હરેશ બાબરીયા, ચંદ્રિકા મહેશભાઇ ઠુંમર, રાકેશ મગનલાલ વામજા, ગોગન ભીમાભાઇ મુળીયાસીયા, ચંદુ માનસિંગ રાઠોડ, અને મનુ વલકુભાઇ ડાંગર સહિત સાત ઇસમોને રૂ. ૩૩૭પ૦ની રોકડ રકમ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

ક્રાઇમ બ્રાંચે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત નાલનાં રૂ. ૪પ૦, રૂ. રપ,પ૦૦ ની કિંમતના ૬ મોબાઇલ ફોન તેમજ રૂ. ૭પ હજારનાં ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂ. ૧,૩૪,૭૦૦નો મુદામાલ કબજે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ બી ડીવીઝનનાં પી.એસ.આઇ. એ. કે. પરમાર ચલાવી રહ્યા છે.

આ જ પ્રમાણે કેશોદનાં શેરગઢ ગામે જમાદાર સબીરભાઇ વગેરેએ દરોડો પાડીને હરેશ બાલાભાઇ છેલાવડા, રામદેવ પુંજાભાઇ પરમાર સહિત ૭ જુગારીને જાહેરમાં રૂ. ૬૯૯૦ નાં મુદામાલ સાથે જુગાર ખેલતા ઝડપી લીધા હતા.

(12:59 pm IST)