Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

તંત્રની આશાએ બેસી રહેવાને બદલે

નવાગઢના યુવાનો બન્યા આત્મનિર્ભર : વરસાદી ખાડા લોકભાગીદારીથી બુરાવાનો પ્રારંભ

એક એન.જી.ઓ. સંસ્થા તથા લલીત રાદડીયાએ ખાડા બુરાણ માટે કપચી મોકલી

 (નિતીન વસાણી)નવાગઢ,તા.૨૭ : નવાગઢ ની જનતા એ એક એન.જી.ઓ.ની મદદથી નવાગઢમા ગોથા ખાઈ રહેલા વિકાસને આત્મનિર્ભરતા થી સીધો કર્યો એટલે કે રોડના ખાડા લોકભાગીદારી થી બુરવા બિડુ ઝડપ્યું છે.  જેતપુરના નવાગઢ મા સરધારપુર જવાની સડક જમીનની અંદર સરકી હતી એટલે કે મસમોટા ખાડા એ માજા મુકી હતી વાહનચાલકો પરેસાન રાહદારીઓ પડી આખડી રહયા હતા

નવાગઢની જનતા એ લાગતા વળગતા તંત્રને આ વાત દયાને મુકી હતી પરતુ આજે વર્ષોથી નવાગઢ સાથે ઓરમાયુ વર્તન કરતુ તંત્ર એ નવાગઢની જનતાની વાતને દેવંઆનદ સાહેબની એક પીકચરના ગીતના શબ્દો ''હર ફિર્ક કો ધૂવે મે ઉડા તા ચલા ગયા''ની જેમ વાત ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું  ત્યારે નવાગઢની જનતાની વહારે મત માંગનારા પણ ન ડોકાણાને એક એન.જી.ઓ. જ્ઞાનદિપ મંડળ આવ્યું  આ મંડળના મિત્રો એ લોકો પાસે જોલી ફેલાવી રૂ. દસ,વીસ રોડ રીપેર કરવા માંગીયાને લોકો એ પણ હોસે હોસે જોલી ભરી તયારે આ વાતની જાણ નવાગઢના યુવા સ્વામી પ્રેમસ્વરૂપજીને તથા પીઠડીયાના મંહત રામગોપાલદાસબાપુને થતા તેઓએ માનવતા મહેકાવીને એક એક ડંપર કપચી મોકલાવી ,ને વાત ની ખબર જામકંડોરણાના લલીતભાઈ રાદડીયાને થતા તૈઓ એ પાંચ ડંપર માલ મોકલતા નવાગઢથી સરધારપપુરનો રોડ લોકભાગીદારી થી હાલ વાહન ચાલકો ચાલી સકે તેવો બનયો છે.

સંભવત નવાગઢ પહેલુ ગામ હસે કે જે ને દેશની સૌથી મોટી પંચાયતના વડા મોદીસાહેબના 'આત્મનિર્ભર' બનો ની વાતની પહેલ કરી હોય.

(1:00 pm IST)