Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દુષ્કર્મનો ભોગ યુવતીને એક માસ પોલીસ સ્ટેશનમાં રાખી

]વટવા જીઆઈડીસી પોલીસની ગંભીર બેદરકારી : દુષ્કર્મ પીડિત યુવતીને નારી સુરક્ષા ગૃહમાં મોકલવાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી રાખી

પોરબંદર,તા.૨૭ : દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને એક માસ સુધી વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં રાખવામાં આવતા એડિશનલ સેસન્સ જજ પ્રીત કમલ તીરથરામએ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે ભોગ બનેલી યુવતીને તાકીદે મહિલા સુરક્ષાગૃહમાં મોકલી આપવી. આ હુકમની નક્લ તુરત પોલીસ કમિશનર અને સ્ટેટ વુમન કમિશનરને મોકલવી જેથી કાયદા મુજબ પગલા ભરી શકે. દુષ્કર્મ આચરનાર આરોપી માશુક અયુબ કુરેશીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આટલો લાંબો સમય પોલીસ મથકમાં કેવી રીતે રાખી ? વટવા જીઆઈડીસીના પીઆઈ જી.આર.ગોહિલે જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં તેની રહેવાની કોઈ જગ્યા નહોતી. જેના લીધે એક માસથી જીઆઈડીસી પોલીસ મથકમાં રહે છે. ત્યારે કોર્ટે કહ્યું કે મહિલા અને બાળ સરક્ષા ગૃહમાં કેમ મોકલી નહોતી.

             જેનો પીઆઈ દ્વારા કોઈ,આપવામાં આવ્યો નહોતો.વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ ર૪મી જુલાઈ ર૦ર૦ના રોજ નોંધાઈ હતી.જેમાં પોલીસે આરોપી મોમાસુક અયુબ કુરેશીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપી હતી.જયારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને પોલીસ મથકમાં રાખીને નિવેદન લેવામાં આવ્યુ હતુ.જેમાં આરોપીએ લગ્ન કરવાની લાલચ આપીને હૈદરાબાદથી બે વર્ર્ષ પહેલા અમદાવાદ લાવ્યો હતો. બાદમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આતી હતી. દરેકગ્રાહક પાસેથી ૫૦૦ રૂ. યુવતીને આપતો અને બાકીની રકમ આરોપી લઈ જતો હતો. જો કોઈ ગ્રાહક પાસે જવાનો યુવતી ઇનકાર કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. દરમ્યાનમાં આરોપીએ જામીન મેળવવા માટેસેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેમાં વટવા જીઆઈડીસી પોલીસ મથકને નોટિસ કાઢવામાં આવી હતી.પછી ભોગ બનેલી યુવતીને કોર્ટે પ્રશ્રો પુછ્યાં હતાં જેમાં ભોગ બનેલી યુવતી ફરિયાદ લખાવી ત્યારથી પોલીસ મથકમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ સમયે કોર્ટ પુછયુ કે તારી સાથે પોલીસ મથકમાં કોઈ ગેરવર્તણક થઈ છે કે કેમ લારે તેનીએ ઇન્કાર કર્યો હતો.જો કે કોર્ટે મહિલાને નારી સુરક્ષા ગૃહમાં મોકલવાની જગ્યાએ પોલીસ મથકમાં રાખવા અંગે ગંભીર નોંધ લીધી હતી.

(10:38 pm IST)