Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જોડિયાના કુનડ ગામનું ગૌરવઃ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કોચ વગર ૫ મિટરનો લોંગ જમ્પ લગાવીને હેમાલી નકુમે ગોલ્ડ મેડલ મેળવ્યો

વાંકાનેર, તા.૨૭: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કૂનડ ગામની નકુમ હેમાલી રામજીભાઈએ નેપાળ ખાતે યોજાયેલ એસોસીયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયામાં આતરરાષ્ટીય કક્ષાએ કોચ કર્યા વગર જ ભારતનું પ્રતિનિધિત્વ કરી લોંગ જમ્પમાં ૫, ૫ મીટર જમ્પ લગાવી અને પ્રથમ સ્થાન મેળવી જોડિયા તાલિકાનું અને જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે હેમાલીએ ૨૩ વર્ષની બાળપણથી જ અલગ અલગ ગેમ્સ પ્રત્યેનો એક અલગ આકર્ષક શોક હતો. તેવો કોલેજ દરમ્યાન પણ કબડી , વોલીબોલ જેવી અનેક રમતો રમતી હતી પરંતુ એક વર્ષ પહેલા તેમના પિતા શ્રી રામજીભાઈનું કેન્સરના કારણે મૃત્યુ થતા અધૂરેથી કોલેજનો અભ્યાસક્રમ અને તમામ રમતો રમવાનું છોડી દીધેલ હતું હેમાલીએ પર્વત પર ચડવાની ટ્રેડીગ દરમ્યાન લોંગ જમ્પ ગેમ માં આગળ વધવાની ઈચ્છા થઈ હેમાલીએ જોડિયા તાલુકાના નાના એવા કુનડ ગામમાં જ દિવસ દરમ્યાન સમય મળે ત્યારે એક કલાક કોચ વિના તેવો પ્રેકિટસ કરતી હતી હેમાલીએ અત્યાર સુધીમાં લોંગ જમ્પ માં મનાલી ખાતે નેશનલમાં ૪, ૫૦ લોંગ જમ્પ લગાવી પ્રથમ આવેલ હતી અને ત્યારબાદ રાજકોટ ખાતે અન્ય એક નેશનલ લેવલની સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવેલ હતી પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નો હોવાના કારણે હેમાલી ઇન્ટરનેશનલ ગેમ માં જવા માટે તેવો મુંજાણી હતી પરંતુ તેમના સમાજે આગળ આવીને રૂપિયા પચીસ હજાર ની સહાય કરેલ હતી જેથી હેમાલી આતરરાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા માટે નેપાળ ના પોંખરાજ માં ગયેલ હતી અને કોઈપણ જાતના કોચ વિના તેમને ગોલ્ડ મેળવ્યો હતો તેમના પરિવાર માં હેમાલી સહિત છ બહેનો છે જેમાં સૈથી નાની હેમાલી છે એક વર્ષ પહેલા જ તેમના પિતા શ્રી રામજીભાઈ નકુમનું અવસાન થયુ હતું પોતાનું ઘર ગુજરાન ચલાવવા તેવો છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન કરાવી રહેલ છે તેમજ જોડિયા ની સુપ્રસિદ્ઘ 'હુન્નરશાળા  શ્રી મતિ યુ પી વી કન્યા વિદ્યાલયમાં હેમાલીએ ધોરણ ૯ થી ૧૨નો અભ્યાસ કરેલ છે બે વર્ષ હુન્ન્નશાળા માં પણ રહેલ હતી હેમાલીને ગોલ્ડ મેડલ મળતા હુનર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ જામનગરના જાણીતા પત્રકાર શ્રી પાર્થભાઈ સુખપરીયાએ અભિનંદન હેમાલી ને પાઠવેલ હતા તેમજ જામનગર હાપા રેલવે સ્ટેશન ખાતે સમાજના આગેવાનો એ ફુલહાર પહેરાવી ભવ્યતાથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું આ ઉપરાંત જોડિયા તાલુકાના પોતાના વતન કૂનડ ગામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક જગ્યા શ્રી કૂનડિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત કૂનડ ગ્રામજનો દ્વારા 'હેમાલી'નો સન્માન કાર્યક્રમ યોજાયેલ હતો આ પ્રંસગે શ્રી કૂનડિયા હનુમાનજી મંદિરના પૂજય મહંતશ્રી હેમાલીને આશીર્વાદ પાઠવેલ હતા હેમાલીએ પોતાનું વ્યકતત્વ આપતા કહેલ કે આજે જે મને ગોલ્ડ મેડલ મળેલ છે જે મારા માતા, પિતાના આશીર્વાદ અને આપ સહુના સાથ સહકારથી હું આ કક્ષાએ પહોંચેલ છું કૂનડમાં ભવ્ય રીતે હેમાલીનું સ્વાગત પણ કરવામાં આવેલ હતું.

(9:54 am IST)