Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જસદણના કેબલ ઓપરેટરોના પડતર પ્રશ્‍નોનું નિરાકરણ કરતા ડો.ભરત બોઘરાનું સન્‍માન

 જસદણઃ કેબલ ઓપરેટરોએ નવો કંટ્રોલરૂમ બનાવવા માટેના સાધનો ખરીદીને નવા કેબલ ટીવી માટે કંટ્રોલરૂમ તૈયાર કર્યો હતો. આ કન્‍ટ્રોલરૂમ કાર્યરત કરવા માટે દિલ્‍હીના પ્રસારણ મંત્રાલય ઓફિસમાંથી લાઈસન્‍સ પ્રક્રિયા પૂર્ણ કરી મંજુરી લેવાની હોય છે. જેની અંદાજે ૪ મહિના પહેલા મંજુરી મેળવવા માટેની અરજી પણ કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી કેબલ ટીવીનું પ્રસારણ ચાલુ કરવાનું લાઈસન્‍સ નહી મળતા જસદણના કેબલ ઓપરેટરો મુંજવણમાં મુકાઈ ગયા હતા. જોકે આ કંટ્રોલરૂમ ચાલુ કરવાનું લાઈસન્‍સ મેળવવા માટે કેબલ ઓપરેટરોએ અનેક રાજકીય નેતાઓના લેટરપેડ ઉપર લખાણ કરાવીને ભલામણો પણ કરી હતી. છતાંપણ લાઈસન્‍સ નહી મળતા આખરે જસદણના કેબલ ઓપરેટરોએ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરાને આ મુંજવણ અંગે રજૂઆત કરતા માત્ર ત્રણ દિવસમાં જ કેબલ ટીવીનું લાઈસન્‍સ મંજુર કરાવી આપતા જસદણના કેબલ ઓપરેટરોમાં ખુશાલી છવાઈ ગઈ હતી. જેના પગલે જસદણના કેબલ ઓપરેટરો બીજલભાઈ ભેસજાળીયા, દીપકભાઈ મંડીર, બશીરભાઈ પરમાર અને મહેબુબભાઈ પઠાણ સહિતનાઓએ પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરાનું શાલ ઓઢાડી સન્‍માન કરી હર્ષની લાગણી ઠાલવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ નરેશ ચોહલીયા-જસદણ)

(10:25 am IST)