Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભારત બંધને માત્ર સુરેન્‍દ્રનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મિશ્ર પ્રતિસાદ

બંધમાં જોડાવા વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયાની માંગણી

રાજકોટ, તા., ૨૭: આજે સંયુકત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપીને કૃષી કાયદાનો વિરોધ કરવામાં આવી રહયો છે. જેમાં માત્ર સુરેન્‍દ્રનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો છે. જયારે જુનાગઢના વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયાએ બંધમાં જોડાવવા અપીલ કરી છે.
સુરેન્‍દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ  સંયુક્‍ત કિશાન મોરચાએ ભારત બંધનુ એલાન કરેલ છે આ બંધ માં જોડાવા સુરેન્‍દ્રનગર જીલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા જાહેર અપીલ કરી હતી.જેને લઈ સુરેન્‍દ્રનગર જીલ્લા કિશાન કોંગ્રેસ નાં ચેરમેન રામકુભાઈ કરપડા (દુધઈ મુળી) એ ભારત બંધનુ એલાન શા માટે છે તેની છણાવટ કરતાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા બનાવ્‍યા છે તે ખેડૂતોનાં હિતમાં નથી કેન્‍દ્ર સરકાર ખેતી અને ખેત પેદાશનુ કંપનીકરણ કરી રહી છે આમ થવાથી કંપની ઓ ખેત પેદાશોનું જમાં ખોરી કરશે કંપની માલામાલ થશે જયારે ખેડૂતો ને કોઈ ફાયદો થશે નહીં આમ આ ત્રણ કૃષિ કાયદા ખેડૂતો વિરોધી હોય તેને રદ કરવા અને ટેકા નાં ભાવને કાયદાનું રક્ષણ આપવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
સુરેન્‍દ્રનગર જિલ્લામાં સંયુક્‍ત ખેડૂત સંગઠન દ્વારા જે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્‍યું છે જેને મિશ્ર પ્રતિસાદ મળવા પામ્‍યો છે શહેરી વિસ્‍તારના ધંધા રોજગારો વહેલી સવારથી ખુલ્લા થઈ ગયા છે ત્‍યારે ગામડાઓના ધંધા-રોજગાર વેપાર ઉદ્યોગો સજ્જડ બંધ રહેવા પામ્‍યા છે જેમાં ખાસ કરીને મૂળી તાલુકાના ગામડાઓ છે તેમાં તમામ વેપાર ધંધા  ઉદ્યોગો બંધ રહ્યા છે અને ગામડાઓમાં પણ ખેડૂતોને મિશ્ર પ્રતિસાદ મળવા પામ્‍યો છે ત્‍યારે ખેડૂત સંયુક્‍ત સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્‍યું છે જેને જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો છે.
સુરેન્‍દ્રનગર જિલ્લાના સ્‍થાનિક ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે સરકાર દ્વારા જે આ ત્રણ કાયદાઓ પસાર કરવામાં આવ્‍યા છે જેને લઇને ખેડૂતોને તમામ પ્રકારે નુકસાન જઇ રહી છે તેવા સંજોગોમાં ખેડૂતો દ્વારા આ ત્રણેય કાયદાઓ પરત ખેંચવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ સરકાર દ્વારા દસ મહિના થઈ ગયા તે છતાં પરત ખેંચવામાં આવ્‍યા નથી જેને લઇને ૩૦૦ ખેડુત સંગઠનો આ કાયદાના વિરોધમાં ગયા છે ત્‍યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા આ કાયદાઓ પરત ખેંચવામાં નહીં આવે તો ખેડૂત આંદોલન ઉગ્ર બનશે તેવું સુરેન્‍દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્‍યું છે.
જુનાગઢ
જુનાગઢઃ ખેડૂત ખેતી વિરોધી ૩ કાળા કાયદાઓને કારણે ગુજરાતમાં ૨૨૪ માંથી ૧૧૪ એપીએમસી બંધ થવાના આરે. ગુજરાતમાં ૧૫ એપીએમસી બંધ અને સદંતર જેટલી એપીએમસીની આવક સદંતર બંધ. ખેડૂત ખેતી વિરોધી ભાજપ સરકારના ત્રણ કાયદાથી દેશ રાજ્‍યના ખેડૂતો પ્રજાને પાયલ કરવાની નીતિનો વિરોધ કરતાં ઓલ ઇન્‍ડિયા કિસાન કોંગ્રેસના કોડિનેટર અને વિસાવદર ભેંસાણના ખેડૂત પુત્ર ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા જણાવ્‍યું હતું કે ર્ફામિંગ એપીએમસી એક્‍ટ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના કાયદામાં ફેરફાર લાવીને ગુજરાતના ખેડૂતો અને ખેતી નેપાળમાં કરવામાં આવી રહ્યા છે ત્‍યારે ૨૭ સપ્‍ટેમ્‍બર ના રોજ ભારત બંધના એલાનમાં તમામ લોકો ને ભારત બંધના એલાનમાં જોડાવા વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયાએ અપીલ કરી છે.

 

(11:12 am IST)