Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

બહાહુદીન કોલેજ પાછળનું ડમ્‍પિંગ યાર્ડ તુર્તજ હટાવો

જૂનાગઢ : NSUI દ્વારા જૂનાગઢ શહેરની વચ્‍ચે આવેલો અને હેરિટેજ કોલેજ બહાઉદીન કોલેજ ની પાછળ જે  ડમપિંગ યાર્ડ ઉભું કરવામાં આવ્‍યું છે તે તાત્‍કાલિક ત્‍યાં થી હટાવી લેવા માંગ કરી છે પત્ર માં યુગભાઈ એ જણાવ્‍યું હતું કે આ કોલેજ અને હોસ્‍ટેલ ના વિદ્યાર્થીઓ ને આ ડમપિંગ યાર્ડ ના કારણે અત્‍યંત દુર્ગંધનો સામનો કરવો પડે છે હોસ્‍ટેલ માં તો વિધાર્થીઓ રહી શકતા નહીં એવી દુર્ગંધ આવે છે અને કચરો ત્‍યાં એકઠો થઈ રહે તેથી ત્‍યાં મચ્‍છર નો ઉપદ્રોહ વધ્‍યો છે અને તેથી ત્‍યાં ના વિદ્યાર્થીઓ ને ડેંગ્‍યુ ચિકનગુનિયા અને અન્‍ય બીમારી માં પણ વધારો થઈ ગયો છે ત્‍યાં ના આજુબાજુ ના રહીશો ને પણ ખૂબ જ તકલીફ છે તેથી જો આ પ્રશ્‍નનો જલ્‍દીમાં જલ્‍દી ઉકેલ નહિ આવે તો NSUI કમિશનર કચેરી નો ઘેરાવો કરશે તેવું યુગ પુરોહિત એ જણાવ્‍યું હતું..
ભાગવત સપ્‍તાહ
આગામી તારીખ ૬.૧૧.૨૦૨૧ થી જૂનાગઢ ખાતે ભવ્‍ય ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહીયું છે તાયરે સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ સંગઠન દ્વારા સમગ્ર હોદેદારો ટ્રસ્‍ટી ઓ તથા સભ્‍યો દ્વારા મિટિંગમાં સર્વાનુ મતે પ્રોજેક્‍ટ ચેરમેનની વરણી કરવામાં આવે છે તેવું સંસ્‍થાપક જયદેવ જોશી કાર્તિક ઠાકર તથા પ્રમુખ આશિષ ઉપાધ્‍યાય દ્વારા આ સર્વાનુ મતે થયેલી વર્ણીને આવકારી ગણી આ સપ્તાહની ભવ્‍ય ઉજવણી થાય એ માટે  (૧) મહેશભાઈ ડી સુકલા ૮૭૫૮૧ ૫૭૮૦૧ (૨) દર્શકભાઈ બી ઉપાધ્‍યાય  ૯૮૨૫૨ ૨૨૩૨૩ (૩) મનોજભાઈ બી જોશી  ૯૮૨૫૩૪૭૯૦૦ (૪) લલિતભાઈ એચ જોશી ૯૪૨૭૫ ૦૧૨૬૦ (૫) વિશાલભાઈ જોશી ૯૮૨૪૩૫૦૪૩૭ને આ સમગ્ર સપ્તાહ તથા વિવિધ સંસ્‍કળતિક કાર્યક્રમો તથા ભોજન સમારંભ વગેરે આયોજનોના પ્રોજેક્‍ટ ચેરમેન તરીખે નિયુકત કરેલ છે. આ બાબતે કોઈ પણ પ્રકાર ની માહિતી માટે તમામ સભ્‍યોએ આ પાંચ પ્રોજેક્‍ટ ચેરમેનને મળવું તેવું સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન ના સંસ્‍થાપક જયદેવ જોષીની યાદી જણાવે છે.
કાલે મિટીંગ
રવિવાર ના રોજ OBC/SC/ST મહાસંઘ,જૂનાગઢ જિલ્લા ની બેઠક ર્ંસવારે ૧૦.૩૦ કલાકેથી ઝાંઝરડા બાય પાસ ધીરુભાઈ ગોહેલ ની ઑફિસે,(મહાપૂજા) જૂનાગઢ ખાતે રાખેલ છે.
આ બેઠક ધીરુભાઈ ગોહેલ(મેયર)ના અધ્‍યક્ષતામા અને જેઠાભાઇ પાનેરા, હમીરભાઈ ધુળા, રામબાપા વાળા, ની ઉપસ્‍થિતિમા રાખેલ છે.

 

(11:30 am IST)