Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જૂનાગઢના બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્‍પ પરિપુર્ણ કર્યો

જૂનાગઢ તા.૨૫ : જૂનાગઢ સેવા પરમો ધર્મ આ સુત્રને પોતાના જીવનમા ઉતારતા તમે અનેક આદર્શ વ્‍યકિતઓને જોયા હશે પણ નાની ઉંમરથી જ જે તે વ્‍યકિતનો હાથ સેવા તરફ વળે એવા બહુ ઓછા દાખલા હશે.
ડીઆઇજીપી ઓફીસ જૂનાગઢ ખાતે ફરજ બજાવતા મનીષાબેન ભરાડ તથા તેમના પુત્ર મૌલિક અવારનવાર ખાસ તહેવારો, વર્ષગાંઠ વગેરે દિવસોની ઉજવણી આપના ઘર વૃધ્‍ધાશ્રમના વડીલો સાથે કરતા હોય છે. આ વર્ષે ગણપતિ ઉત્‍સવ વખતે મૌલિકએ સંકલ્‍પ કરેલ કે, ગણપતિ ઉત્‍સવ પુર્ણ થયા બાદ ગણપતિ બાપા પાસે એકઠી થયેલ તમામ રકમ અપના ઘરના વડીલો સાથે ઉજવણી કરવામા વાપરવી. મૌલિકને આવેલ આ વિચારને તેમની માતાએ વધાવી લીધો અને આ વિચારમાં એક નવીન પ્રયોગ પણ ઉમેર્યો.
મૌલિક પોતે અવારનવાર અપના ઘર જતો હોય છે ત્‍યારે અપનાઘરના વડીલો પણ મૌલિક પ્રત્‍યે વિશેષ પ્રેમ ધરાવતા હોવાથી પોતાના મિત્ર સર્કલને પણ તેમની સાથે આવવા જણાવ્‍યુ. ત્‍યારે તેમના મિત્રોમા નમન, અક્ષ્ક્ષર, પરિક્ષીત,  અંજલી, વિશ્વા, નેહલ સર્વે પણ આ કાર્યમા જોડાયા. તમામ મિત્રો પોતાના વાલી સાથે અપના ઘર વૃધ્‍ધાશ્રમ ખાતે હાજર રહ્યા. ચોમાસાના વડીલો સાથે ગરમાગરમ નાસ્‍તો કર્યો અને બધા અંત્‍યવાસીઓ સાથે સમય વિતાવીને બહુ બધા આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ તકે માલિકએ મિડીયા સમક્ષ સંદેશ આપતા કહ્યુ કે, આપણા સમાજના દરેક યુવાનોએ અને બાળકોએ પોતાના હરવા ફરવા રમવાના  વ્‍યસ્‍ત સમયમાંથી પણ સમય કાઢીને આ વડીલો વચ્‍ચે અમુક સમય વિતાવવો જોઇએ. જે આપણી સૌની નૈતિક અને સામાજિક જવાબદારી છે. પોતાના જન્‍મદિવસ કે જીવનના અન્‍ય ખાસ દિવસો કે તહેવારો આ વડીલો સાથે ઉજવવા જોઇએ. જેથી આપણને આત્‍મસંતોષ મળે. વડીલોનો પ્રેમ મળે અને વડીલોને કોૈટુંબીક આત્‍મીય હુંફ મળે અને તેમના આશીર્વાદ આપણા જીવનમા બહુ ઉપયોગી નિવડે. આ તકે આપના ઘરના વડીલોએ મૌલિકની સાથોસાથ તેના મિત્ર સર્કલને તથા તેની સાથે આવેલ તમામ વાલીઓને શુભાશિષ પાઠવ્‍યા હતા.

 

(11:31 am IST)