Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જોડીયાના કોશિયા પાસેનો ડાયર્વઝન ધોવાયોઃ ભારે તારાજી સર્જાઇ

ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબેન ગોધાણીની આગેવાનીમાં મામલતદારને આવેદનઃ આંદોલનની ચિમકી રાજકોટ તા.ર૭ : જોડિયા ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબેન ગોધાણીની આગેવાનીમાં મામલતદાર શ્રી જોડીયાને પત્ર પાઠવીને કોશિયા ગામે વરસાદમાં થયેલ તારાજી મુદ્દે ન્યાય ન મળે તો આંદોલનની ચિમકી આપી છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે જામનગર કચ્છ હાઇવે પર કોશિયા ગામ પાસે ગયાવર્ષે પુલ તુટી ગયેલ છે તેથી વાહનો માટે બાજુમાં  ડાઇવર્ઝન કરેલ છે પરંતુ ચાલુ ચોમાસા દરમ્યાન વરસાદ પડવાથી વારેવારે ડાઇવર્ઝન ધોવાઇ જાય છે. ને જયા સુધી ડાઇવર્ઝન રીેપેર ના થાય ત્યાં સુધી હાઇવે પરનો ટ્રાફીક કોશિયા ગામની સીગલ પટી પરથી પસાર થાય છે ત્યારે વાહનોના લીધે કોશિયા ગામનો સીંગલ પટી રોડમાં ઠેરઠેર ગાબડા પડી ગયેલ છે. તેમજ ભારે વાહનો કોશિયા ગામના નાના વનહનોને સાઇડ આપતા નથી જેના લીધે અકસ્માત થવાની શકયતા છે તો આપ ્ર વિનંતી કે તુટેલ પુલ પાસેનો ડાઇવર્ઝન તુટે નહી તેમજ ખેડુતને જમીન અથવા પાકનો નુકશાન ન થાઇ તો આ પ્રશ્નનો કાઇમી નીકાલ થાય એવી અમારા કોશિયા ગામના નાગરીકોની અપેક્ષા છે. જો આ ચોમાસા દરમ્યાન આ પ્રશ્નોના કાઇમી નીકાલ નહી થાય તો ના છુટકે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાનો માર્ગ અપનાવવો પડશે. તેવી ચિમકી આપી છે.

આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે શોશિયા ગામે આશરે ૭ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. ગામે કોઇ જાનહાની કે પશુહાનિક થયેલ નથી.

પરંતુ કોશિયા ગામે હાઇવે રોડ પર આવેલ પુલ તુટી  જવાથી બાજુમાં ડાઇવર્ઝન કાઢેલ હોઇ ત્યાં પાણીનો ભરાવો થતા પાણીનો યોગ્ય નિકાલ ન થઇ શકવાને કારણે આસપાસના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા પાકોમાં નુકસાન થયેલ છેે.

પુલનુ કામ તાત્કાલીક કરાશે-આવનારા

દિવસોમાં રૂરૂ આવીશઃ રાઘવજીભાઇ પટેલ

રાજકોટ તા.ર૭ : આ અંગે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ''અકિલા''ને જણાવ્યું હતું કે,૬ માર્ગીય રસ્તાનું કામ તાબડતોબ પુર્ણ કરાશે અને પુલનું કામ પણ વહેલી તકે પુર્ણ કરી દેવાશે.

આવનારા દિવસોમાં હું રૂરૂ સ્થળની મુલાકાત લઇશ, આ કામ માટે ગ્રામજનો સહકાર આપે તેવી અપીલ  રાઘવજીભાઇ પટેલ કરી હતી.

(11:53 am IST)