Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જુનાગઢમાં ત્રણ સગા રબારી બંધુઓએ સાથે મળી દારૂ મંગાવ્યોઃ સવાલાખનો કબ્જે

વંથલીના વાડીયા જુગાર રમતા ૯ ઝડપાયા

જુનાગઢ તા.ર૭ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના  તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટી માર્ગદર્શન હેઠળ હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ ઝફર મેદાન નજીક રહેતો લખમણ સરમણ મોરી  રબારી, રામા સરમણ મોરી રબારી, નાથા સરમણ મોરબી રબારી કે જે ત્રણેય ભાઇઓ થાય છે. તેઓએ એક સંપ કરી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ જથ્થો હાલ તેઓના ઘરે પડેલ છે અને આ જથ્થાનું તેઓ કટીંગ કરે છે. જે હકિકત આધારે રહેણાંક મકાન રેઇડ કરતા આરોપીઓના મકાનમાંથી તથા વાહનમાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-પ૯૯ તથા બીયર ટીન નંગ ૩પ૯ મળી કુલ બોટલ નંગ-૯પ૮ કિ. રૂ.૧,૩ર,૭૦૦ તથા ટાટા સફારી કાર રજી.નં.જી.જે.૦૬.ડી.કયુ.૯૭ર૯ કિં. રૂ.ર,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૩ર,૭૦૦નો મુદામાલ કબ્જે કરી સી ડીવીઝન પો. સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ રજી. કરાવેલ.

આ કામગીરીમાં ઇ.ચા. પો. ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો. સબ. ઇન્સ. ડી.જી. ડબડવા, એ.ડી.વાળા, તથા એ.એસ.આઇ. વી.એન.બડવા તથા પો. હે. કોન્સ. એસ.એ.બેલીમ, વી.કે.ચાવડા, યશપાલસિંહ જાડેજા, નિકુલ એમ.  પટેલ, જીતેશ એચ.મારૂ તથા પો. કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, સાહિલભાઇ સમા, ભરતભાઇ ઓડેદરા તથા ડ્રા. પો. કોન્સ. જગદીશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર વિગેરે  સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

કેશોદ ડીવીઝનના પો.અધિ. શ્રી જે.બી.ગઢવી, માર્ગદર્શન હેઠળ દારૂબંધી તથા જુગારબંધી અંગેની કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે વંથલી પોલીસ સ્ટેશનના પો.  કોન્સ. ભરતસિંહ નાનુભાઇ સિસોદીયા તથા પો. હેઙ કોન્સ. શૈલેષભાઇ દિપકભાઇ સોંદરવાને હકિકત મળેલ હતી કે, અતિક સીદીકભાઇ કચરા ઘાંચી મુસ્લીમ રહે. જુનાગઢ અજમેરી પાર્ક, મેમણ કોલોની વાળાએ વંથલી તાબેના ગુરૂકુળ સોસાયટીની પાછળ રેલવે પાટા વાળી ગારી વાળી સીમમાં વાડીના ગોડાઉન મકાનમાં જુગારનોઅખાડો ચલાવે છે તેવી હકિકતના આધારે રેઇડ કરતા (૧) અતીક સીદીકભાઇ કચરા ઘાંચી  ફરાર થઇ ગયો હતો અને (ર) આદમ ઇબ્રાહીમ કચરા રહે. જુનાગઢ ઘાંચી પટ સોસાયટી કલેકટર ઓફિસ પાછળ (૩) રફીકભાઇ અમીનભાઇ કચરા રહે. જુનાગઢ રોયલ પાર્ક સોસાયટી, કલેકટર ઓફિસની બાજુમાં (૪) સાદીકભાઇ ઉમરભાઇ કારવાત રહે. ઘાંચીપટ સોસાયટી કલેકટર ઓફિસની પાછળ (પ) આદીલ અલ્લારખાભાઇ મહીડા રહે. જુનાગઢ ઘાંચીપટ સોસા. કલેકટર ઓફિસ પાછળ, (૬) રાહીલભાઇ ઇકબાલભાઇ કચરા રહે. જુનાગઢ ઘાંચી પટ સોસાયટીની પાછળ અજમેરી પાર્ક (૭) ફારૂકભાઇ અલ્લારખાભાઇ ભીસ્તી. રહે. જુનાગઢ ઘાંચી પટ સોસાયટી કલકેટર ઓફિસ પાછળ (૮) દાીનશભાઇ ઇસ્માઇલભાઇ અલ્લાવાલા રહે. જુનાગઢ ઘાંચીપટ સોસા. કલેકટર ઓફિસ પાછળ (૯) અફજલભાઇ અબ્દુલભાઇ કચરા રહે. જુનાગઢ ઘાંચી પટ સોસાયટી કલેકટર ઓફિસ પાછળ રોકડ રૂપીયા ૪ર૯૬૦, મો.ફોન ંનંગ. ૯ કિ. રૂ.૬૦૦૦૦ મોટર સાયકલ ૬ કિ. રૂ.૧,પ૦,૦૦૦ મળી કુલ રૂપીયા ર,પર,૯૬૦ સાથે ઝડપાઇ ગયા હતા.

પો. કોન્સ. વિજયભાઇ મેઘાભાઇબાબરીયા તથા પો. કોન્સ. સંજયભાઇ રમેશભાઇ જેઠવાએ રીતના વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી  કામગીરી કરેલ છે.

(11:54 am IST)