Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

દ્વારકા જિલ્લામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અન્વયે એક્ષ્પોર્ટ કોન્કલેવ વર્કશોપ-સેમીનાર યોજાયો

દેવભૂમિ દ્વારકા,તા.૨૭:  ખંભાળીયા ટાઉનહોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દેવભૂમિ દ્વારકા દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે વેપાર અને નિકાસની સંભાવનાને પ્રકાશિત કરવાના ઉદ્દેશથી વાણિજય સપ્તાહની ઉજવણી અંતર્ગત એક્ષ્પોર્ટ કોન્કલેવ વર્કશોપ – સેમીનાર યોજાયો હતો.

જેમાં ઉદ્યોગપતિઓ દ્વારા ઉત્પાદિત માલને વિદેશોમાં વેચાણ કરવા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત – આત્મનિર્ભર ગુજરાતી ઔદ્યોગિક નીતિ અંતર્ગત વિવિધ સહાયકારી યોજનાઓ વિશે ઉપસ્થિતોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્વાગતવિધી નયનાબન નકુમએ કરી હતી. આભારવિધી શોભનાબેન રાઠોડએ કરી હતી.

દ્વારકાના નિવાસી અધિક કલેકટરશ્રી કે.એમ.જાની, દેવભૂમિ દ્વારકા મીનરલ્સ પ્રોસેસર્સ એસોસિએશનના ઉપપ્રમુ ખશ્રી પાંચાભાઈ નકુમ, ફોરેન ટ્રેડ ડેવલોપમેન્ટ ઓફીસશ્રી કે.જી.રાઠોડ, કચ્છ – સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુ.એસોસિએશન પ્રમુખશ્રી બી.સી.રાવલ, લીડબેંકના મેનેજરશ્રી ભરતભાઈ પરમાર, નાયરા એનર્જીના વાઈસ પ્રેસિડેન્ટશ્રી જયેશભાઈ ગજ્જર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સિ.ઉદ્યોગ નિરીક્ષકશ્રી એસ.આર.રાઠોડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એચ.જે.વિકાણી,  સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા. 

(11:55 am IST)