Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જળ ધોધ જેવા મનોરમ્ય દ્રશ્યો

ખંભાળિયાઃ છલકેલા ડેમો પર નાહવાનો આનંદ માણવા લોકો ઉમટી પડયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૭ : વ્યાપક વરસાદથી અનેક ડેમો તથા ચેકડેમો તળાવો છલકાતા શનિ-રવિમાં લોકો કુટુંબો સાથે ભોજનનાસ્તો લઇને ડેમો પર નાહવાનો આનંદ માણવા ઉમટી પડયા હતા.

ભાણવડ વર્તુ ૧-ર ડેમ, સિંહણ, ડેમ, કંડોરણા ડેમ, મહાદેવીયા ડેમ તથા ખોડીયાર ચેકડેમ, કોટા ચેકડેમ, તથા તળાવો નદીઓમાં સવારે બપોરે સાંજે મેળા જેવુ઼ વાતાવરણ સર્જાયુ હતુ તથા બાળકો સાથે લોકોએ નાહવાની મોજ માણી હતી તો વરસાદ ના હોય લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

(1:06 pm IST)