Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જામનગરના ધુંવાવ ગામે ત્રણ યુવાનો નદીમાં ડૂબ્યાઃ બેનો બચાવઃ એકની શોધખોળ

જામનગરઃ ધુવાંવ ગામે નદીમાં ૩ યુવાનો ડૂબી જતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ધુવાવ ગામ પાસેથી પસાર થતી રૂપારેલ નદીમાં યુવકો બપોરના સમયે ન્હાવા માટે ગયા હતા.ત્યારે ત્રણ યુવાનો માંથી ૧ યુવક નદીમાં ડૂબી ગયો છે. જયારે ૨ યુવકોને સ્થાનિકો બચાવી લેવામાં આવ્યા અને તેની હાલત સ્થિર ગણાવવામાં આવી રહી છે. સાહિલ સીદીક નામના યુવક નદીમાં લાપતા બનતા ફાયર વિભાગ દ્વારા આ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બનાવ બનતા નદી કાંઠે ગ્રામજનોના ટોળા ઉમટ્યા છે અને આ બનાવ બાદ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. (તસવીરોઃ કિંજલ કારસરીયાઃ જામનગર)(

(1:08 pm IST)