Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

લખતર પોણા બે, રાજુલા, બરવાળા દોઢ, કોટડાસાંગાણી, ગોંડલમાં દોઢ ઇંચ : સૌરાષ્ટ્રનાં ર૦ તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ

રાજકોટ, તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સવારથી મેઘાવી માહોલ થયો છે. અને કયાક ભારે તો કયાક હળવો વરસાદ વરસી જાય છે.

આજે સવારના ૧૦ થી બપોરના ૧ર સુધીમાં ર કલાકમાં સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે અમરેલી જીલ્લાના રાજુલા તથા બોટાદ જીલ્લાના બરવાળામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી અને ગોંડલમાં  ૧ ઇંચ તથા રાજકોટ, જસદણ, પડધરી, વિંછીયા માં ઝાપટા વરસ્યા છે.

આ ઉપરાંત બાબરા, લીલીયા, વડીયા, ઉમરાળા, ભાવનગર, વલ્લભીપુર, સિંહોર, ગઢડા, ચોટીલા, પાટડી, ધ્રાંગધ્રા, વઢવાણ, જોડીયા, જામનગર, ધ્રોલ, મોરબીમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

(1:12 pm IST)