Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

દેવભુમિ દ્વારકા જીલ્લામાં ચારેય તાલુકામાં શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ૬૪% મતદાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. રાજયના આચાર્ય, સંચાલક, વાલી મંડળ, શિક્ષક, બીન શૈક્ષણીક, ઉ. બુ. અને સંચાલક મંડળ એમ કુલ સાત સંવર્ગની બોર્ડના સદસ્યોની ચૂંટણીનું મતદાન શનિવારના રોજ દ્વારકા જિલ્લામાં શાંતિપુર્ણ રીતે પુરૃં થયું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓ છત્રપાલસિંહ જાડેજા તથા શ્રી અંસારી દ્વારા ભાટીયા તથા ખંભાળીયા ખાતે સવારના ૮ થી સાંજના પાંચ શાંતિપૂર્ણ રીતે મતદાન કાર્યવાહી પુર્ણ થઇ હતી તથા બન્ને મતદાન બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા મતદારોએ છેક ઓખાથી ભાટીયા તો ભાણવડના ગ્રામ્ય પંથકમાંથી ખંભાળીયા આવીને મતદાન કર્યુ હતું.

કુલ પ૧૦ મતદારોની આચાર્ય સંવર્ગમાં ૩૭, ઉ.બુ. આ. માં પાંચ, મા. શિ. માં ૧૪ર, બીન શૈ. માં ૪૯, ઉ.મા. જિ. માં ૩૮, સંચાલક મંડળના પ૪ તથા વાલીમંડળ સંવર્ગમાં ૩૬ મળી પ૧૦ માંથી ૩૬૧ મતો કુલ પડયા હતાં.

(1:21 pm IST)