Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ટંકારાના કલ્યાણપરના સરપંચની જાગૃતિથી લોકો છેતરાતા બચ્યા

દાગીના સાફ કરવાના બહાને છેતરપીંડીની પેરવી કરનાર બે શખ્સોને પકડી પોલીસને હવાલે કર્યા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૨૭ : ટંકારાના કલ્યાણપરના સરપંચ તથા ટીમે દાગીના સાફ કરવાના બહાને છેતરપીંડી કરવાની પેરવી કરનાર બે શખ્સોને પકડી પાડી ટંકારા પોલીસને હવાલે કર્યા હતા.

ટંકારાના કલ્યાણપર ગામે બે શખ્સો બાઈક લઈને બજારમાં લટાર લગાવતા હતા અને ચાંદી-સોના ના દાગીના ઉજાળવા ધોવા બહાને છેતરપિંડી કરવાની શંકાએ ગામજનો સાથે સરપંચ દિનેશભાઈ વાધરિયાએ મુકેશ વાઘરીયા, રાજ દેત્રોજા, જૈનીશ કકસનીયા, એ આ બન્ને શખ્સોની પુછપરછ કરી હતી. પરંતુ આ બન્ને શખ્સો પોતાનો વ્યવસાય કે વેચાણ અંગે સ્પષ્ટતા નહી કરતા સરપંચે ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર બી. ડી. પરમારને જાણ કરી હતી અને બે અજાણ્યા ઈસમોને પોલીસ હવાલે કર્યો હતા. હાલ પોલીસે બન્ને અજાણ્યા શખ્સોની પુછપરછ હાથ ધરી છે. આમ સરપંચ તથા ગ્રામ જનોની જાગૃતિ થી લોકો છેતરાતા બચેલ છે.(

(1:16 pm IST)