Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પાકને નુકશાનની ભીતી

મોરબી તા. ર૭ : શહેરમાં આજે સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયં છે. વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

મેઘાવી માહોલ અને મેઘગર્જન સાથે મોરબી પંથકમાં સચરાચર વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી શહેરના દરબારગઢ, જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, શનાળા, સામાંકાંઠા, રવાપર રોડ, મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યુ છે. મોરબી જીલ્લામાં સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં ૬ મી.મી. હળવદ પંથકમાં ૩૭એમેએમ અને માળિયા ર મીમી વરસાદ તંત્રના ચોપટે નોંધાયો છે.

આ ઉપરાંત હળવદ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ આજે ફરી મેઘાવી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો હળવદ શહેર સહિત આસપાસના ગામોમાં ભારેવરસાદથી ખેડુતોને ભારે નુકશાનની ભિતી સેવાઇ રહી છે. મગફળી, અડદઅ ને મકાનઇ સહિતના પાકમાં વધુ પડતા વરસાદના કારણે ઇયળો અને સડો બેસી જવાની ભીતીથી ખેડુતોના મો.મા આવેલો કોળીયો છીનવાઇ જવાની દહેશત વર્તાઇ રહી છે.

(1:20 pm IST)