Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સૌરાષ્ટ્રમાં જામ્યો મેઘાવી માહોલઃ ગીર ગઢડા, રાજુલા, બગસરા, પાટડીમાં દોઢ ઇંંચઃ ૩પ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા., ૨૭: રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આજે સવારથી મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને ઝાપટાથી માંડીને દોઢ ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે. આજે બપોરે ૧૨ થી ર દરમિયાન બગસરા, રાજુલા, ગીર ગઢડા અને પાટડીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

જયારે અમરેલી, ખાંભા, જાફરાબાદ, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા, ટંકારા, માળીયામિયાણા, કોટડા સાંગાણી, ગોંડલ, જેતપુર, જસદણ, જામકંડોરણા, લોધીકા, વિછીયા, કાલાવાડ, જામનગર, લાલપુર, જામજોધપુર, ભાણવડ, ઉના, ગઢડા, બરવાળા, બોટાદ, ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, મુળી અને સાયલામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

(3:20 pm IST)