Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ઉપલેટામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાંથી દારૂ અને બીયરનો જથ્થો નિકળ્યો!

વસઇ અને મુંબઇથી દારૂનો જથ્થો મોકલનાર મોબાઇલ ધારક સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા., ૨૭: ઉપલેટામાં ટ્રાન્સપોર્ટ ઓફીસમાં આવેલ પાર્સલમાંથી દારૂ અને બીયરનો જથ્થો નિકળતા ચકચાર જાગી છે. પોલીસે દારૂનો જથ્થો મોકલનાર મોબાઇલ ધારક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટામાં આવેલ કે.જી. ટ્રાન્સપોર્ટની ઓફીસમાં આવેલ એક પાર્સલમાં દારૂનો જથ્થો હોવાની ટ્રાન્સપોર્ટ સંચાલકને શંકા જતા આ અંગે પોલીસને જાણ કરતા પીએસઆઇ આર.એલ.ગોયલ તથા સ્ટાફે ટ્રાન્સપોર્ટની ઓફીસે જઇ તપાસ કરતા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧ તથા બીયર નંગ-ર૧ર મળી કુલ ૧.૦૭ લાખનો દારૂનો જથ્થો મળી આવતા કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં આ દારૂના જથ્થા સાથેનું પાર્સલ  વસઇ અને મુંબઇની ઓફીસેથી એક અજાણ્યો શખ્સ પોતાના મોબાઇલ નંબર લખાવી આપી ગયાનું ખુલતા પોલીસે આ મોબાઇલ ધારક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)