Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વાંકાનેર-ચોટીલા હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત

ટ્રક ચાલકે ટ્રક મુકીને નાશી છૂટયો

મોરબી, તા.૨૭: વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઇક સવારનુ મોત નિપજયુ હતું.

મળતી માહિતી મુજબ મોરબીના બીલાયા ગામે રહેતા મનુભાઈ છગનભાઈ ગણવાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ઘ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીક મોટર સાઇકલ લઈને જઈ રહેલા દીનેશભાઇ છગનભાઇ ગણાવાને સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રક નંબર જીજે-૦૭-યુયુ- ૬૮૬૦નો ચાલકે બાઇકને હડફેટે લેતા દિનેશભાઇને ડાબા હાથમા તથા ડાબા પગમા ફેકચર જેવી ઇજા તથા છાતીમા તથા માથામા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી નાશી ગયો હતો. આ બનાવમાં ફરીયાદનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

(3:22 pm IST)