Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કચ્‍છના મુંદ્રા પોર્ટ ઉપર કરોડોના ડ્રગ્‍સ પ્રકરણમાં ગાંધીધામ, દિલ્‍હી સહિત 9 શહેરોમાં સર્ચ ઓપરેશન

ઇરાનના પોર્ટથી લોડિંગમાં મદદરૂપ હોવાની આશંકા

મુન્દ્રાઃ મુન્દ્રા પોર્ટ પરથી તાજેતરમાં જ કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કાંડમાં ઇરાનમાં કામ કરતા કોઈમ્બતુરના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ઇરાનમાં રહીને ફોરેન ટ્રેડ માટે કામ કરતો હતો. ગાંધીધામમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો છે. ઇરાનના પોર્ટથી લોડિંગમાં મદદરૂપ હોવાની આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ડીઆરઆઇ દ્વારા 8 શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ, નવી દિલ્હી, નોઈડા, ચેન્નાઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી અને વિજયવાડામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગ્સનું શ્રીલંકા સાથે પણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ત્યારે નશાના કોરોબારીઓ મુન્દ્રા અને પોરબંદરથી જપ્ત કરાયેલા ભારત ઉપરાંત શ્રીલંકા અને નેપાળ પણ મોકલવાના હતા.

અત્યાર સુધીમાં ડ્રગ્સ કાંડમાં 4 અફઘાની, 3 ભારતીય અને 1 ઉઝબેકિસ્તાન સહિત કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ડ્રગ્સ કાંડમાં ઇરાનમાં કામ કરતા કોઈમ્બતુરના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઇરાનમાં રહીને ફોરેન ટ્રેડ માટે કામ કરતો હતો. શખ્સને ગાંધીધામમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો છે. ઇરાનના પોર્ટથી લોડિંગમાં મદદરૂપ હોવાની આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

(5:17 pm IST)