Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કચ્છના છ તાલુકાઓમાં ભારે પવન એક થી દોઢ ઇંચ ધોધમાર વરસાદ : રસ્તાઓ પાણી વહી ગયા

દીનારા, કાલાડુંગર, ધોરાવર, પૈયા, ખાવડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ

ભુજ : કચ્છના છ તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાપર,ગાંધીધઆમ, અંજાર, મુન્દ્રા, ભુજ, માંડવી અને અબડાસામાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

કચ્છના પૂર્વમાં બપોરે પડેલા વરસાદમાં ગેલી વાડી, અયોધ્યા પુરી, દેના બેંક ચોક સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા અને 1 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જ્યારે તાલુકાના આડેસર , હમીરપર, વાનોઈ વાંઢ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

ગાંધીધામ અને અંજાર શહેરમાં પણ જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. અંદાજિત એકથી દોઢ ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા મથક ભુજમાં પણ ભારે પવન સાથે શરૂ થયેલો વરસાદ અડધા કલાકમાં એકાદ ઇંચ પાણી વરસી ગયું છે. કાળા ડિબાંગ વાદળોથી વાતાવરણ અંધકારમય બન્યું છે તેમાં વીજળી ગુલ થતા ઘરની અંદર પણ અંધારું છવાઈ ગયું છે.

ઉત્તર તરફના પ્રસિદ્ધ ખાવડા સમીપેના કાળા ડુંગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ થયો છે. અહીંના કાળા ડુંગર પરથી ખળખળ વહેતા પાણીએ અલગ જ નજારો ખડો થયો હતો. આજે દીનારા, કાલાડુંગર, ધોરાવર, પૈયા, ખાવડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મુન્દ્રા અને તાલુકા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. અબડાસા તાલુકાના ખીરસરા, કોઠારા , ભાનાળા ગામમાં વરસાદ વરસ્યો હતો છે. માંડવી તાલુકામાં પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે.

(8:41 pm IST)