Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પોરબંદર : માછીમારોને આંતરાષ્ટ્રીય જળ સીમા ક્રોસ કરીને માછીમારી નહીં કરવા સૂચના : દરિયામાં કોઈ સ્થળે ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૦૯૩ અથવા પોલીસ કંટ્રોલ ટોલ ફ્રી નંબર ૧૦૦ ઉપર જાણ કરવી

પોરબંદર : માછીમારોને આંતરરાષ્ટ્રીય જળ સીમમાં ક્રોસ કરી માછીમારી નહીં કરવા અંગેની સૂચના પોલીસ દ્વારા અપાઈ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામા સપ્ટેમ્બર માસમા ફીશીંગની સિઝન શરૂ શરૂ થયેલ હોય જેથી ભુતકાળના બનાવોને ધ્યાને લઇ દરીયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગી માછીમારી કરે નહી અને દરિયામાં થતી ગે.કા પ્રવૃતી અંગેની માહીતી મળે તે હેતુસર દરીયામા ફીશીંગ કરવા જતી બોટોનુ સઘન ચેકીંગ તથા ટંડેલ ખલાસીઓને રાષ્ટ્ર વિરોધી તત્વો દ્રારા થતી ગે.કા પ્રવૃતી અંગે માહીતગાર કરવા માટે પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીંલનાઓને સુચના આપવામાં આવેલ.

જે સુચના આધારે પો,ઇન્સ તથા પો.સબ.ઇન્સ તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ એસ.ઓ.જી. ટીમના માણસો દ્રારા માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા તથા નો ફિશીંગ ઝોનમાં માછીમારી નહી કરવા અને આંતરીક સુરક્ષા અને હાલ ની પરીસ્થિતિ ને ધ્યાને રાખી દરીયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરીયામાં થતી ગે.કા પ્રવૃતી ડામવાના હેતુસર દરિયામાં કોઇ ગે.કા. પ્રવૃતી જણાયતો ટ્રોલ ફી નંબર ૧૦૯૩ તથા એસ.ઓ.જી. પોરબંદરને તથા નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમના ટોલ ફી નંબર-૧૦૦ અથવા દરીયાઇ સુરક્ષાને લગત એજન્સીઓને માહતી આપવા દરેક બોટના ટંડેલ ખલાસીઓ તથા માલીકોમાં જાગૃતતા લાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

સદરહું કામગીરીમાં PI કે.આઇ.જાડેજા, PSI  એચ.સી.ગોહીલ તથા PSI  પી.ડો.જાદવ, તથા PSI આર.એચ.જારીયા તથા એ.એસ.આઇ એમ.એમ.ઓડેદરા, “મહેબુબખાન બેલીમ,  વિપુલભાઇ બોરીચા,  ડ્રા. ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.

(9:06 pm IST)