Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજ્યમાં અન્યત્ર આગાહી વચ્ચે કચ્છમાં છૂટો છવાયો વરસાદ: ભુજ, અંજાર બે ઈંચ,રાપર દોઢ ઈંચ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ એક ઈંચ, નખત્રાણા, લખપત અડધો ઈંચ, અબડાસા, ભચાઉમાં ઝરમર

ભુજ : રાજ્યમાં અન્યત્ર વરસાદની આગાહી કરાઈ છે તેની વચ્ચે સાંજે કચ્છમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ભારે પવન સાથે છૂટા છવાયા વરસાદ દ્વારા મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. રાત્રે ૮ વાગ્યા સુધીમાં ભુજ અને અંજારમાં બે ઈંચ, રાપર દોઢ ઈંચ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ એક ઈંચ, નખત્રાણા, લખપત અડધો ઈંચ વરસાદ પડયો હતો. જોકે, હજીયે વરસાદી માહોલ છે.

(9:34 pm IST)