Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબી એસટી ડેપોના કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્નોને પગલે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

મોરબી ;રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓ વિવિધ માંગોને પગલે સરકાર સામે વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યા હોય ત્યારે આજે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ આગામી દિવસોમાં માસ સીએલ સહિતના કાર્યક્રમો આપવામાં આવશે
એસટી મોરબી સંકલન સમિતિ અને એસટી કર્મચારીઓ મોરબીના ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં તા. ૧૬ થી ૨૪ સુધી કાળી પટ્ટી બાંધી લાંબા સમયથી પડતર પ્રશ્નોની માંગણી પૂર્ણ ના થવાને કારણે વિરોધ કરવામાં આવેલ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રત્યુતર નહિ મળતા આજે એસટી કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ માંગણીઓને ધ્યાને લઈને યોગ્ય ના કરાય તો આગામી માસમાં કર્મચારીઓ માસ સીએલ સહિતના કાર્યક્રમો દ્વારા વિરોધ નોંધાવશે

(12:53 am IST)