Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબી: કઈ રીતે રાખશો નવરાત્રીમાં ત્વચાની સંભાળ ?, જાણો એક્સપર્ટ પાસેથી

મોરબીના જાણીતા તબીબ અને સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ એ. સનારિયાએ ત્વચાની કઇ રીતે સંભાળ કઈ રીતે લેવી એ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું

મોરબી : નવરાત્રી એટલે આનંદ અને ઉત્સાહ, ઉમંગનો તહેવાર. દરેક યંગસ્ટર્સનો આ મનપસંદ તહેવાર છે. નવરાત્રીની નવે નવ રાત્રીએ યુવા હૈયાઓ હરખે જુમી ઉઠે છે અને ઢોલની તાલ સંગ ખીલી ઉઠે છે. નવરાત્રી દરમિયાન અનેક નવી નવી ફેશન નિહાળવા મળે છે. ત્યારે મોરબીના જાણીતા તબીબ અને સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ એ. સનારિયાએ ત્વચાની કઇ રીતે સંભાળ કઈ રીતે લેવી એ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    તેમણે જણાવ્યું હતું કે, તમારી ત્વચાની કાળજી રાખવી ખૂબ જરૂરી બને છે. કારણ કે મોડી રાત સુધી જાગવાથી, મેક-અપ લગાવવાથી, ગરબા રમતી વખતે પરસેવો થવાથી ત્વચા પર એલર્જી, ધાધર, ખીલ થવાની તથા ત્વચા નિસ્તેજ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, ખુલ્લા પગે ગરબા રમવાથી પગનાં તળીયામાં કપાસી થવાની શક્યતા રહે છે.
શું ન કરવું. ?
• હેવી મેક-અપનો ઉપયોગ કરવો નહી.
• ત્વચાને નુકશાન કરે તેવા હાનિકારક કોસ્મેટીક્સનાં ઉપયોગથી બચવું.
• ચહેરાનાં ગ્લો માટે બજારમાં મળતા સ્ટીરોઇડવાળા ક્રીમનો ઉપયોગ કરવો નહીં.
• ખુલ્લા પગે ગરબા લેવા નહી.
• શક્ય હોય ત્યાં સુધી ગરબા રમતી વખતે સિન્થેટીક કપડાં પહેરવા નહી.
• સેન્સીટીવ સ્ક્રીનવાળા વ્યકિતઓએ પાર્લરનાં કેમીકલવાળા બ્લીચ કે ફેશિયલનાં અખતરા કરવા નહી.
શું કરવું. ?
• ગરબા રમતી વખતે શક્ય હોય ત્યાં સુધી સુતરાઉ કપડા જ પહેરવા જોઇએ.
• ગરબા લેતી વખતે પરસેવો થવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. આથી પાણી, લીંબુ સરબત, ફ્રુટ કે જ્યુસ થોડા-થોડા સમયે લેતા રહેવું.
• સવારે યોગ, પ્રાણાયામ તેમજ કસરત કરવા જોઇએ તેનાથી, તમારી શરીરની ક્ષમતા વધે છે અને થાક ઓછો લાગે છે.
• હળવા કે સાદા મેક-અપ એટલે કે ચામડીને નુકશાન ન કરે તેવા મેક-અપનો ઉપયોગ કરવો.
• રાત્રે સુતા પહેલા મેક-અપ ચોક્કસ પણે કાઢી નાખવો તથા, ત્વચાની નિત્યક્રમ પ્રમાણે કાળજી રાખવી.
• ત્વચા પર એલર્જી, ખંજવાળ, ધાધર કે ખીલ થાય તો સ્કીન સ્પેશ્યાલીસ્ટની સલાહ લેવી અને એ મુજબ ત્વચાનીસારવાર કરાવવી.
• ડર્મેટોલોજીસ્ટની સલાહ પ્રમાણે ત્વચાને નુકશાન ન થાય તેવા અને ત્વચાનાં બંધારણ મુજબ ગ્લોની આધુનિક સારવાર જેવી કે બ્લુ ટોનિંગ, હોલિવુડ લેસર, એમ્બ્રોસિયા થેરાપી કે મેડી ફેશિયલ વગેરે સારવાર કરાવવી

(12:19 am IST)